November 6, 2024

IPL 2024: પર્પલ કેપની રેસમાં આ બોલરે બુમરાહને પાછળ છોડી દીધો

IPL 2024: આઈપીએલની આ વખતની સિઝનમાં પર્પલ કેપની રેસ ઘણી રોમાંચક જોવા મળી રહી છે. આ રેસમાં હવે જસપ્રિત બુમરાહ પણ પાછળ રહી ગયો છે. આ બોલરે આ વખતની સિઝનમાં સારૂ પ્રદર્શન જોવા મળ્યું છે.

જસપ્રીત બુમરાહ રહી ગયો પાછળ
IPL 2024માં અત્યાર સુધીમાં 50 મેચ સમાપ્ત થઈ ગઈ છે. હવે ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થવા માટે એકબીજા સાથે હરીફાઈ કરી રહી છે. બીજી બાજૂ બોલરોમાં પણ પર્પલ કેપને લઈને ખુબ હરીફાઈ જોવા મળી રહી છે. આ રેસમાં છેલ્લી ઘણી મેચથી જસપ્રીત બુમરાહ આગળ હતો. પરંતુ હવે બીજા બોલર તેની આગળ નીકળી ગયો છે. મહત્વની વાત એ છે કે આ બોલર 3 વર્ષથી ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો નથી.

આ પણ વાંચો: ટીમ સિલેક્શન પર રોહિત અને અગરકરે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યા જવાબ

આ બોલર આવ્યો આગળ
સનરાઇઝર્સ હૈદરાબાદનો બોલર ટી નટરાજન પર્પલ કેપની રેસમાં આગળ નીકળી ગયો છે. આ પહેલા જસપ્રીત પ્રથમ સ્થાન પર હતો. હવે ટી નટરાજન આ રેસમાં પ્રથમ સ્થાન પર છે.રાજસ્થાન રોયલ સામે રમાયેલી મેચમાં ટી નટરાજને 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. 8 મેચ દરમિયાન તેણે 15 વિકેટ ઝડપી છે., જસપ્રીત બુમરાહ હવે 10 મેચમાં 14 વિકેટ સાથે આ યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. ટી નટરાજન – 8 મેચમાં 15 વિકેટ,જસપ્રીત બુમરાહ – 10 મેચમાં 14 વિકેટ, મુસ્તાફિઝુર રહેમાન – 9 મેચમાં 14 વિકેટ, હર્ષલ પટેલ – 10 મેચમાં 14 વિકેટ, મતિશા પથિરાના – 6 મેચમાં 13 વિકેટ IPL 2024માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો છે.મહત્વની વાત એ છે કે ટી નટરાજને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વર્ષ 2020 માં શરૂ કરી હતી. તેણે ત્રણેય ફોર્મેટમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે તેની ડેબ્યૂ મેચ રમી હતી. પરંતુ ટી નટરાજન લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શક્યો નથી.