સુનીતાએ કહી કેજરીવાલની ‘મન કી બાત’
દિલ્હી: લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ધરપકડ થતાની સાથે ખલબલી મચી ગઈ છે. ત્યારે કેજરીવાલના પત્ની લોકો સુધી પોતાનો સંદેશ પહોંચાડી રહ્યા છે. સુનીતાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેણે કેજરીવાલનો મેસેજ વાંચ્યો હતો. પરંતુ આ સાથે એક વસ્તુ એવી પણ જોવા મળી કે જેણે દરેકનું ધ્યાન ખેચ્યું હતું.
जेल से CM @ArvindKejriwal जी का अपने सभी विधायकों के लिए संदेश। Smt. @KejriwalSunita Addressing an Important Press Conference l LIVE https://t.co/kCINkxUTza
— AAP (@AamAadmiParty) April 4, 2024
દરેકનું ધ્યાન ખેચ્યું
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી તેની પત્ની હવે લોકો સુધી પહોંચી રહ્યા છે. તેમણે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ સમયે તેઓ મેસેજ વાંચી રહ્યા હતા તે સમયે તેમની પાછળની દિવાસ પર ડૉ. ભીમરાવ આંબેડકરની અને ભગત સિંહની તસવીર વચ્ચે કેજરીવાલની તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. જેને લઈને તેમની પત્ની જનતા અને પાર્ટીના ધારાસભ્યોને પહોંચાડી રહ્યા છે.
આ પણ વાંચો: આ પહેલી ચૂંટણી છે જ્યારે રામવિલાસ પાસવાન અમારી સાથે નથી: PM મોદી
કોઈ સમસ્યાનો સામનો
કેજરીવાલનો પત્ર વાંચતા તેમની પત્નીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હું જેલમાં હોવાને કારણે મારા કોઈ પણ દિલ્હીવાસીને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. દરેક ધારાસભ્યએ રોજેરોજ દરેક વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. આ સાથે જ લોકોને પૂછવું જોઈએ કે તેમની શું સમસ્યાઓ છે કે કોઈ કાર્ય ના થઈ રહ્યું હોય તો તેના વિશે જાણવુ જોઈએ. જો કોઈને સમસ્યા છે તો તે તેમની સમસ્યાને દુર કરવી જોઈએ. હું ખાલી સરકારી ઉકેલની વાત નથી કરી રહ્યો. આપણે જનતાની ઘણી બધી સમસ્યાઓ છે તેને ઉકેલવાની જરુર છે. તેમણે છેલ્લે લેટર વાંચતા કહ્યું કે દિલ્હીમાં 2 કરોડની જનતા છે. જેના કારણે મારા દિલ્હીવાસીઓને કોઈ પણ સમસ્યાનો સામનો ના કરવો પડે. ભગવાન બધાનું ભલું કરે..