News 360
Breaking News

વિનોદ કાંબલીને મળી મોટી મદદ, સુનિલ ગાવસ્કરે દર મહિને આપશે આટલા પૈસા

Sunil Gavaskar Vinod Kambli: લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની વારે હવે સુનીલ ગાવસ્કર આવ્યા છે. આ સહાય ગાવસ્કરના CHAMPS ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત હવે તેમને દર મહિને 30 હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત, તેમને આખા વર્ષ માટે તબીબી ખર્ચ માટે અલગથી 30,000 રૂપિયા પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: Redmiએ iPhone 16 જેવો દેખાતો શાનદાર ફોન કર્યો લોન્ચ, કિંમત ઓનલી 6,499 રૂપિયા

સ્વાસ્થ્ય સંબંધિત પડકારો
કાંબલીને ગયા વર્ષે ડિસેમ્બરમાં પેશાબમાં ચેપ અને ખેંચાણની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. કાંબલીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક પડકારોનો સામનો કર્યો છે. 2013માં તેમના મિત્ર સચિન તેંડુલકરની મદદથી તેમણે હૃદય સર્જરી પણ કરાવી હતી. મુંબઈના શિવાજી પાર્ક ખાતે દિગ્ગજ કોચ રમાકાંત આચરેકરના સ્મારકના સમયે ગાવસ્કરે કાંબલીને મદદ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ ગાવસ્કર અને કાંબલી એકબીજાને મળ્યા હતા. આ રીતે તેમણે કરેલો વાયદો તેમણે પુરો કર્યો હતો.