ઉનાળામાં ખવાતા આ 3 ફળને વધારે પ્રમાણમાં ખાવાથી સ્વાસ્થ્યને થશે નુકસાન
Seasonal Fruits: મોસમ પ્રમાણે ફળોને ચોક્કસ ખાવા જોઈએ. મોસમી ફળો સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. પરંતુ વધારે આ ફળોનું સેવન કરવું તે તમારા માટે નુકસાનકારણ સાબિત થઈ શકે છે. ઉનાળામાં ખવાતા એવા 3 ફળ છે. જેને ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.
તરબૂચ: તરબૂચને સૌથી વધારે ખાવામાં આવે છે. તે શરીરમાં પાણીની ઉણપને રોકવા માટે મદદ કરે છે. જોકે તમે તરબૂચને પણ વધારે માત્રામાં ખાવ છો તમે ઘણી સમસ્યાથી પીડાય શકો છો. તરબૂચ સતત ખાવાના કારણે તમને પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ સાથે તમને લૂઝ મોશન, પેટનું ફૂલવું, ગેસ અને એસિડિટી થઈ શકે છે. વધારે તરબૂચને ખાવાના કારણે તમને શરદી અને સ્થૂળતા પણ થઈ શકે છે. જે લોકોને ડાયાબિટીસ છે તે લોકોએ વધુ પડતું તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ.
કેરી: ઉનાળામાં મોટા ભાગના લોકોને કેરી ખાવી પસંદ હોય છે. કોઈ એવું નહીં હોય કે જેને કેરી પસંદ ના હોય. પરંતુ વધારે કેરી ખાવાથી તમને નુકસાન થઈ શકે છે. જેમાં તમને પિમ્પલ્સ, ગળામાં દુખાવો, ખંજવાળ, અપચો અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચો: વરસાદની સિઝન આવી ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ લાવી
જાંબુ: વધુ પડતા જાંબુનું સેવન કરવાથી તમારું બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે. એટલું જ નહીં, વધુ પડતાં જાંબુ ખાવાથી પણ કબજિયાત થઈ શકે છે. જોકે અહિંયા એ વાત કહેવી જરૂરી છે કે કોઈ પણ વસ્તું માત્રા કરતા વધારે ખાવી તે ચોક્કસ નુકસાનકારક હોય છે. સારા સ્વાસ્થ્ય માટે ફળો ખાવા ખૂબ જરૂરી છે પણ તમારે સામે તમારા આહારમાં સંતુલન જાળવવું જોઈએ.