December 23, 2024

સુખવીર સિંહ બાદલે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

Sukhbir Singh Badal: પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ પાર્ટીમાં સુખબીર સામે અસંતોષ વધવા લાગ્યો હતો. પાર્ટીના એક જૂથે ખુલ્લેઆમ બાદલ સામે મોરચો માંડ્યો હતો. જોકે બાદમાં વિરોધીઓને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો.

દલજીત સિંહ ચીમાએ તેમના રાજીનામાની પુષ્ટિ કરી છે
શિરોમણી અકાલી દળના નેતા અને પૂર્વ મંત્રી દલજીત સિંહ ચીમાએ કહ્યું કે, પાર્ટીના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે આજે પાર્ટીની કાર્યકારી સમિતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું જેથી નવા અધ્યક્ષની ચૂંટણીનો માર્ગ મોકળો થાય. તેમણે તેમના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવવા અને તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન પૂરા દિલથી સમર્થન અને સહકાર આપવા બદલ પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર માન્યો હતો.