December 23, 2024

દિવાળીમાં બનાવો ઘીથી લથપથ શીરો, મહેમાનને ટેસડો પડી જશે!

Diwali 2024: દિવાળીના સમયમાં મહેમાનો અવાર નવાર આવી જતા હોય છે. ત્યારે એવું થાય મિઠાઈમાં શું બનાવીએ. ત્યારે અમે તમારા માટે ધી થી લતપત શીરાને રેસીપી લઈને આવ્યા છીએ. જે બની જશે જલ્દી અને બનશે પણ ટેસ્ટી. મહેમાનો પણ ખાતા ધરાશે નહીં. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ શીરો.

સામગ્રી
ખાંડ – 1 કપ, કિસમિસ – 1/4 કપ,
કાજુ – 10-12
બદામ – 10-12
સોજી – 1 કપ
દેશી ઘી – 1/4 કપ
દૂધ – 2 કપ
એલચી પાવડર – 1/4 ચમચી. કેસર – થોડું
ખાંડ

શીરો કેવી રીતે બનાવશો
પહેલા તમારે એક નોન-સ્ટીક પેનમાં દેશી ઘી ગરમ કરવાનું રહેશે. હવે તમારે તેમાં રવો ઉમેરવાનું રહેશે. આ રવાનો એટલો શેકો કે જ્યાં સુધી તે થોડો લાલ પડ્તો ના થાય. જો સારી રીતે તમે આ રવાને શેકો છો તો તમારો શીરો ખૂબ મિઠો બને છે. આ પછી તમારે દૂધ ગરમ કરવાનું રહેશે. હવે તમને લાગે કે રવો શેકાઈ ગયો છે તો તેમાં ખાંડ ઉમેરી દો. હવે આ સમયે તમે ખાંડ ઉમેરવા માંગતા નથી તો તમે ખજૂર અને કિસમિસની પેસ્ટ બનાવીને ઉમેરી દો. આ પેસ્ટ તમે ઉમેરી દેશો તો તમારે ખાંડની જરૂર નહીં પડે અને તમારો શીરો મસ્ત બની જશે. આ પછી તમારે કાજુ અને બદામ, કિસમિસમાં ઘી માં શેકી લો. હવે તેમાં તમે એલચી પાવડર અથવા જાયફળ ઉમેરી શકો છો.