પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, 6 ચીની નાગરિકોના મોત
Suicide Attack in Pakistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોમ્બ હુમલામાં 6 ચીની નાગરિકોના મોત થયા છે.પાકિસ્તાની પોલીસના એક સૂત્રએ જણાવ્યું કે ચીનના નાગરિકોના કાફલા પર મંગળવારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન બોમ્બ વિસ્ફોટમાં 6 ચીની નાગરિકોના મોત થયા હતા.
Breaking: An explosion in northwest Pakistan has claimed the lives of five Chinese nationals after a suicide bomber targeted their convoy en route from Islamabad to Dasu camp in Khyber Pakhtunkhwa province. #Pakistan #Attack
pic.twitter.com/2Wvnigumw9— Anil Tiwari (@Anil_Kumar_ti) March 26, 2024
મૃત્યુ પામનાર ચીનના ઈજનેર: સૂત્રો
પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ એક્સ હેન્ડલ દ્વારા આ હુમલાની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના શાંગલા જિલ્લામાં ચીની નાગરિકો પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, આ હુમલો બેશમ શહેર નજીક થયો હતો, જેમાં છ ચીની નાગરિકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો ચીનના એન્જિનિયર હતા. પાકિસ્તાન માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પાકિસ્તાનને ચીનનો નજીકનો મિત્ર માનવામાં આવે છે.
આ પણ વાંચો: બાલ્ટીમોરમાં અકસ્માત! માલવાહક જહાજ અથડાતા પુલ નદીમાં ખાબક્યો
સ્થળ પર બળી ગયેલી કાર જોવા મળી હતી
જણાવવામાં આવી રહ્યું છે કે ચીની એન્જિનિયરોનો કાફલો ઈસ્લામાબાદથી શરૂ થયો હતો, જે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દાસુ કેમ્પ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેમના કાફલાને આત્મઘાતી બોમ્બરે નિશાન બનાવ્યો હતો. હાલ આ અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી ઉપલબ્ધ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિઝ્યુઅલ્સમાં ઘટનાસ્થળે એક બળી ગયેલી કાર જોવા મળી રહી છે, જ્યારે ખીણમાંથી ભારે ધુમાડો પણ નીકળતો જોવા મળી રહ્યો છે.