ખાંડના ભાવમાં થશે વધારો, સરકારે આપી માહિતી
Sugar Price: મોટા ભાગના લોકોને મિઠાઈ ખાવી પસંદ હોય છે. પરંતુ હવે તમારી આ મિઠાસ મોંઘી થવાની છે. કારણ કે ખાંડના ભાવમાં વધારો થશે. આ વિશેની માહિતી સરકારે આપી છે.
ખાંડના ભાવમાં વધારો
ખાંડ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી ખાંડના ભાવમાં વધારો કરે તેવી માંગ કરી રહ્યો છે. ખાંડ ઉદ્યોગનું આ વિશે કહેવું છે કે ધતા ઉત્પાદન ખર્ચ અને ખાંડ મિલોને આર્થિક દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ભાવ વધારો કરવો જરૂરી છે. આ વિશે હવે સરકારે માહિતી આપી છે. અમે ટૂંક સમયમાં નક્કી કરીશું કે તેમાં વધારો કરવો કે નહીં. ઉત્પાદનના આંકડામાં ઇથેનોલ બનાવવા માટે ખાંડના ટ્રાન્સફરનો સમાવેશ થતો નથી.