સિદ્ધિવિનાયકને અર્પણ કરો શુગર ફ્રી હલવો, આ રહી મસ્ત રેસીપી
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી શરૂ થઈ ગઈ છે. લોકો ગણપતિ બાપ્પાને 10 દિવસ સુધી ઘરે બેસાડશે અને દાદાની સેવા કરશે. 10 દિવસ સુધી દાદાને અલગ અલગ પ્રકારનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. પ્રસાદ લેવા માટે દરેક ભક્ત આતૂર હોય છે. પરંતુ સુગર પેશન્ટ ભગવાનનો પ્રસાદ લઈ શકતા નથી. પરંતુ હવે ભાવિ ભક્તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે સુગર ફ્રી શીરાનો પ્રસાદ લઈને આવ્યા છીએ. જો તમે આ રીતે બનાવશો તો તમને ખાંડ વગર પણ મિઠો લાગશે શીરો. જોકે ભગવાનનો પ્રસાદ હમેંશા મિઠો જ લાગે છે.
- સામગ્રી
- સોજી – 1 કપ
- દેશી ઘી – 1/4 કપ
- દૂધ – 2 કપ
- ખાંડ – 1 કપ, કિસમિસ – 1/4 કપ,
- કાજુ – 10-12
- બદામ – 10-12
- એલચી પાવડર – 1/4 ચમચી. કેસર – થોડું
આ પણ વાંચો: રિદ્ધિ સિદ્ધિના સ્વામીને અર્પણ કરો રાજસ્થાની ચુરમા બરફી, આ રહી બનાવવાની ઈઝી રીત
શીરો બનાવવાની રીત
પહેલા તમારે એક નોન-સ્ટીક પેનમાં દેશી ઘી ગરમ કરવાનું રહેશે. હવે તમારે તેમાં રવો ઉમેરવાનું રહેશે. આ રવાનો એટલો શેકો કે જ્યાં સુધી તે થોડો લાલ પડ્તો ના થાય. જો સારી રીતે તમે આ રવાને શેકો છો તો તમારો શીરો ખૂબ મિઠો બને છે. આ પછી તમારે દૂધ ગરમ કરવાનું રહેશે. હવે તમને લાગે કે રવો શેકાઈ ગયો છે તો તેમાં ખાંડ ઉમેરી દો. હવે આ સમયે તમે ખાંડ ઉમેરવા માંગતા નથી તો તમે ખજૂર અને કિસમિસની પેસ્ટ બનાવીને ઉમેરી દો. આ પેસ્ટ તમે ઉમેરી દેશો તો તમારે ખાંડની જરૂર નહીં પડે અને તમારો શીરો મસ્ત બની જશે. આ પછી તમારે કાજુ અને બદામ, કિસમિસમાં ઘી માં શેકી લો. હવે તેમાં તમે એલચી પાવડર અથવા જાયફળ ઉમેરી શકો છો.