January 22, 2025

શેરબજારની દમદાર શરૂઆત, સેન્સેક્સમાં 946 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીના આ શેર બન્યા રોકેટ

Share Market Opening Bell: સતત ત્રણ દિવસના મોટા ઘટાડા બાદ આજે શેરબજારે જોરદાર શરૂઆત કરી છે. BSE સેન્સેક્સ 946.97 પોઈન્ટ વધીને 79,540.04 પર ખુલ્યો હતો. ત્યાં જ NSE નિફ્ટી 296.85 પોઈન્ટના વધારા સાથે 24,289.40 પોઈન્ટ પર પહોંચી ગયો છે. નિફ્ટીના 50માંથી 50 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. IndusInd Bank, Apollo, BPCLમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે મંગળવારના રોજ શેરબજારોમાં અસ્થિર કારોબારમાં શરૂઆતી વેગ ટકી શક્યો ન હતો અને BSE સેન્સેક્સ 166 પોઈન્ટના નુકસાન સાથે બંધ થયો હતો. કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બજારમાં વધઘટ થશે એવો અમારો અંદાજ છે.

નિફ્ટીમાં 300 અંક અને સેન્સેક્સમાં 1000 અંકની તેજી
માર્કેટમાં મજબૂત ઓપનિંગ સાથે કારોબારની શરૂઆત થઇ છે. નિફ્ટી 300 અંકથી વધુની મજબૂતી સાથે ખુલ્યા બાદ 24289 પર કારોબાર ખુલ્યા બાદ ઘસારો આવતાં 24185ના ન્યૂનતમ સ્તર બન્યા. પરંતુ નીચલા સ્તરથી ફરી રિકવરી આવતાં 300 અંકની મજબૂતી સાથે 24330ને પાર કારોબાર. નિફ્ટીમાં આજે ટોપ ગેઇનરમાં ONGC, COALINDIA, BPCL, ADANIPORTS અને SHRIRAMFINANCE જોવા મળ્યા. જ્યારે ઘટનારા શેરમાં INDUSINDBANK, EICHERMOTORS, BHARTIARITEL, KOTAKBANK અને TITAN સામેલ. સેન્સેક્સમાં શરૂઆતી કારોબારમાં તેજી સાથે 79,565ના હાઇ બન્યા બાદ ઘસારો આવતાં 79,106ના લો બન્યા જે બાદ નીચલા સ્તરથી મજબૂતી આવતાં 1000 અકંની તેજી સાથે 79,600ને પાર કારોબાર.

બેન્કનિફ્ટીમાં 300 અંકની તેજી
બેન્કનિફ્ટીમાં વિકલી એક્સપાયરીના દિવસે 1 ટકાથી વધુની મજબૂતી સાથે 50,292ના હાઇ બન્યા. પરંતુ ઉપલા સ્તરથી ઘસારો આવતાં 49,782ના ન્યૂનતમ સ્તર બન્યા. પરંતુ નીચલા સ્તરથી રિકવરી આવતાં ફરી 50 હજારને પાર કારોબાર આવી પહોંચ્યો. બેન્કનિફ્ટીમાં આજે સૌથી વધુ વધનારા શેરમાં BANDHANBANK, HDFCBANK, SBI, AXIS BANK અને IDFCFIRSTBANK જોવા મળ્યા. જ્યાર ઘટનારા શેરમાં AUBANK, INDUSINDBANK અને KOTAKBANK સામેલ.

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ખરીદદારીનો માહોલ
મિડકેપ અને સ્મોલકેપમાં આજે ખરીદદારીનો માહોલ. મિડકેપમાં આજે અઢી ટકાની શાનદાર તેજી સાથે ખુલ્યા બાદ 56,578ના હાઇ બન્યા. પરંતુ ઉપલા સ્તરથી મિડકેપ શેરમાં મામુલી ઘસારો આવતાં પોણા 2 ટકાની તેજી સાથે 56,450ના સ્તર પર મિડકેપ ઇન્ડેક્સમાં કારોબાર. મિડકેપમાં આજે ટોપ ગેઇનરમાં OILINDIA, MAZAGON DOCK, GMR AIRPORTS, SUZLON ENERGY અને LIPIN સામેલ. સ્મોલકેપમાં પણ અઢી ટકાની તેજી સાથે ખુલ્યા બાદ ઘસારો આવતાં 18 હજારને નીચ ન્યૂનતમ સ્તર બન્યા. જે બાદ નીચલા સ્તરથી ખરીદદારી આવતાં 18,200ને પાર હાઇ તરફ કારોબાર. સ્મોલકેપમાં ટોપ ગેઇનરમાં EDELWEISS, CAMS, DILIP BUILDCON, AVANTIFEEDS અને ALOK INDUSTRIES જોવા મળ્યા.