November 24, 2024

મુક્કા પ્રોટીનની જોરદાર એન્ટ્રી, 57%ના વધારા સાથે શેરનું લિસ્ટિંગ

Mukka Protein IPO: IPO બજારમાં આજે એક નવી કંપનીએ લિસ્ટિંગ કર્યું છે. જેણે રોકાણકારોને બમણીથી પણ વધારે કમાઈ કરાવી છે. BSE પર મુક્કા પ્રોટીનના શેર 44 રૂપિયા પ્રતિ શેરથી લિસ્ટ થયા છે. જેમાં 57 ટકાના પ્રીમિયમ સાથે કંપનીનું લિસ્ટિંગ દેખાઈ રહ્યું છે.

મુક્કા પ્રોટીનનું IPO
IPOમાં મુક્કા પ્રોટીનના શેરની પ્રાઈસ 28 રુપિયા પ્રતિ શેર હતી. આજે થઈ રહેલી લિસ્ટિંગમાં કંપનીના રોકાણકારોને એક શેર પાછળ 16 રૂપિયાનો નફો મળ્યો છે. મહત્વનું છેકે, 28 રુપિયાની સામે BSE પર 44 રૂપિયા પર શેરની એન્ટ્રી થઈ છે.

મુક્કા પ્રોટીનના IPOને મળ્યું જોરદાર રિસ્પોન્સ
મુક્કા પ્રોટીનના IPOના રોકાણકારોને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે. તેમાં ત્રણે કેટેગરીના સંસ્થાગત, ગૈર સંસ્થાગત અને રિટેલ રોકાણકારોઓ ભારી સંખ્યામાં રોકાણ કર્યું હતું. જેના કારણે મુક્કા પ્રોટીનના આઈપીઓ 137 ગણા સબ્સક્રાઈબ થઈને બંધ થયા છે. તેનો આઈપીઓ 29 ફેબ્રુઆરી 2024ના રોકાણ માટે ખુલ્લો મુકાયો હતો અને 4 માર્ચના રોજ બંધ કરવામાં આવ્યો હતો.