ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ ટ્રાફિક પોલીસની કડક કામગીરી, હેલ્મેટ વિનાના 1,37,507 કેસ નોંધાયા

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ વતી જોઈન્ટ કમિશનર ઓફ પોલીસે કોર્ટમાં માહિતી આપી હતી. સરકારી જગ્યા પર ગેરકાયદે દબાણ મામલે કરેલી કાર્યવાહીમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. ચારતોળા કબ્રસ્તાન ગોમતીપુર પાસે 15,000 સ્કવેર મીટરથી વધુ સરકારી જગ્યા રીકવર કરવામાં આવી છે. 6 ફેબ્રુઆરી, 2025થી 25 ફેબ્રુઆરી, 2025 સુધી 20 દિવસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી.

-રોંગ સાઈડ ડ્રાઇવિંગ 13004 કેસ
-હેલ્મેટ વિના 137507 કેસ
-ઓવરસ્પીડિંગ 5518 કેસ
-સીટ બેલ્ટ વિના ડ્રાઇવિંગ 4747 કેસ
-મોપેડ પર ત્રણ સવારી 2900 કેસ
-વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરતા 1259 કેસ
-રિક્ષામાં ક્ષમતા કરતા કરતા વધુ સવારી 787 કેસ
-ગાડીમાં ડાર્ક ફિલ્મ 1043 કેસ
-અન્ય 43858 કેસ

છેલ્લા 2 વર્ષની સરખામણીએ ગત વર્ષના અકસ્માતોમાં 22.91%નો ઘટાડો થયો હોવાનો ટ્રાફિક પોલીસે દાવો કર્યો છે. અમદાવાદ શહેરમાં 1,268 પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. કર્ણાવતી ક્લબથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 90 પોલીસ કર્મચારીઓને કેમેરાથી સજ્જ કરાયાં છે. SG હાઇવે પર ડ્યુટી કરતા કર્મચારીઓને 13 વાયરલેસ કોમ્યુનિકેશન ડિવાઇસ અપાયા છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા માટે 3,046 સીસીટીવી કેમેરા સજ્જ છે.