December 17, 2024

તણાવ દૂર કરવા માટે આ ઉપાય છે અસરકારક

Stress: આજના સમયમાં મોટા ભાગના લોકોને તણાવની સમસ્યા રહેતી હોય છે. તણાવને કેવી રીતે દૂર કરવો તે પણ એક મહત્વનો સવાલ છે. પરંતુ તણાવને કાબૂમાં રાખવા માટે શું કરવું તે કોઈને માહિતી હોતી નથી. તણાવને દૂર કરવા માટે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરવાનો રહેશે. અમે તમને કેટલીક ટિપ્સ આપીશું જેને તમે તણાવ દૂર કરવા માટે ફોલો કરી શકો છો.

ઊંડા શ્વાસ લો
જો તમે ખૂબ જ તણાવનો અહેસાસ થતો હોય તો તે જ સમયે ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરી દો. તમામ સમસ્યાને દૂર કરીને માત્રને માત્ર શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. નિષ્ણાતોના મતે તમે આવું કરો છો તો તમે આપોઆપ હકારાત્મક અસરો અનુભવશો.

શારીરિક પ્રવૃત્તિ કરતા રહો
જે લોકો નાની-નાની બાબતોમાં તણાવ અનુભવે છે તેને થોડી થોડી પ્રવૃત્તિ કરતી રહેવી જોઈએ. જેનાથી તણાવમાં રાહત ચોક્કસ મળશે. તમારા માટે બેસ્ટ ઓપશન છે કસરત. તમે કસરત કરી શકો છો. ઘરેથી તમે યોગ કરી શકો છો. કસરત તણાવની સમસ્યાથી છુટકારો મેળવવામાં ઘણી મદદગાર સાબિત થાય છે.

આ પણ વાંચો: તિરૂમાલાના લાડુનો સ્વાદ દુનિયાભરમાં જાણીતો છે, આ રહી એની મસ્ત રેસીપી

બોલતા રહો
જ્યારે પણ તમે તણાવ અનુભવો છો, ત્યારે એકલા રહેવું જોઈએ નહીં. તમારે એકલા રહેવાથી તમારા મગજમાં તણાવ વધી શકે છે. તમે જેટલા એકલા રહેશો તેટલા વિચારો વધુ આવશે. જેના કારણે બંને ત્યાં સુધી લોકો સાથે રહ્યો. તમારી જે પણ લાગણી હોય તમારા ખાસ માણસને શેર કરો.

(આ લેખ સામાન્ય માહિતી માટે છે, તમારે ચોક્કસ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ)