September 19, 2024

Monsoon 2024: રાજ્યભરમાં આગામી 7 દિવસ થશે તોફાની વરસાદ, IMDએ આપ્યું એલર્ટ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતાં આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરતાંની સાથે સાથે વરસાદને લઈને એલર્ટ પણ આપ્યું છે. હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. તો, સાથે સાથે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, તાપી, અરવલ્લી, નર્મદા, ડાંગમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

વધુમાં, સૌરાષ્ટ્રમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે થનાર વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુમાં, આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વીબાહગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ નોંધશે . જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે.