December 21, 2024

પ્રેગ્નન્સી સમયે આ વસ્તુઓ ખાવાનું કરો બંધ, થશે બંનેને નુકસાન

ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રી માટે ખૂબ જ સુખદ સમય હોવાની સાથે સાથે એક જવાબદારીવાળો તબક્કો પણ હોય છે. આ સમય દરમિયાન સ્ત્રીએ પોતાની સાથે સાથે ગર્ભમાં રહેલા બાળકની પણ કાળજી લેવી પડે છે. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ ઉઠવા-બેસવાથી લઈને ખાવા-પીવા સુધીની ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એવી ઘણી વસ્તુઓ છે જે ગર્ભાવસ્થા દરમિયાન ફાયદાકારક છે, જ્યારે કેટલાક ખોરાક એવા છે જે ખાવા-પીવાથી માતા અને ગર્ભમાં રહેલા બાળક બંનેને નુકસાન થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરને વધુ પોષક તત્વોની જરૂર હોય છે. તેથી તમારા આહારમાં સંતુલિત માત્રામાં ફળો, રંગબેરંગી શાકભાજી, સૂકા ફળો, બદામ અને બીજનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કેફીન ધરાવતી વસ્તુઓથી દૂર રહો

ગર્ભાવસ્થા દરમિયાન કેફીન ધરાવતી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તેથી મહિલાઓએ આ તબક્કામાં ચા અને કોફીનું સેવન ઓછું કરવું જોઈએ. આ સિવાય ભૂલથી પણ દારૂ કે ધૂમ્રપાન ન કરવું જોઈએ.તળેલું મસાલેદાર ખોરાક

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ તળેલું, મસાલેદાર અને ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે આ દરમિયાન ઘણીવાર કબજિયાત થાય છે. ભારે ખોરાક ખાવાથી આ સમસ્યા નોંધપાત્ર રીતે વધી શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ખાઈ શકીએ કે નહીં?

તમે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ન ખાવું જોઈએ. હાલમાં ગાયનેકોલોજિસ્ટ ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ખાવાની સલાહ આપે છે. જો કે આ સમયગાળા દરમિયાન કાચું પપૈયું ન ખાવું જોઈએ, કારણ કે તેમાં લેટેક્ષ હોય છે. જે સ્ત્રીના ગર્ભાશયમાં સંકોચનનું કારણ બની શકે છે અને ગર્ભાવસ્થામાં જોખમ વધારે છે. બની શકે તો પપૈયું ખાવાનું ટાળવું જ જોઈએ.કાચા ઇંડા ન ખાઓ

મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન કાચા ઈંડા ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં સાલ્મોનેલા બેક્ટેરિયા જોવા મળે છે. જે ઉલટી, પેટમાં દુખાવો અને ઝાડાનું કારણ બની શકે છે. આ સાથે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થઈ શકે છે.

જંકફૂડ ખાવાનું ટાળો

સામાન્ય લોકો માટે પણ જંકફૂડ સ્વાસ્થય માટે હાનિકારક છે, ત્યારે પ્રેગ્નેન્સી સમયે તો તે વધારે નુકસાનકારક છે. બ્રેડ, મેયોનિઝ, મોઝરેલા ચીઝ, મેગી જેવી વસ્તુઓને ખાવવાનું ટાળવું જોઈએ. તેની જગ્યાએ ઘરનું બનેલું સાત્વિક ખોરાક જ લેવો જોઈએ.