December 24, 2024

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાથી લઈ FIR અને અટકાયત સુધી, જાણો શું-શું થયું

Surat Stoning: સુરત શહેરમાં ગણપતિ ઉત્સવ દરમિયાન સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને પગલે વાતાવરણ તંગ બન્યું હતું. અહીં ગણેશ પંડાલ પર 6 જેટલા લોકોએ આવી પહોંચી પથ્થરમારો કર્યો હતો. આ વારદાત બાદ પોલીસે 33 જેટલા લોકોની અટકાયત કરી છે. આ દરમિયાન મોડી રાત્રે સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી પરંતુ કથળતી સ્થિતિને કાબૂ કરવા માટે રાજ્યના ગૃહમંત્રીએ પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દીધો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

કેમ ભડકી હિંસા?
પોલીસ અનુસાર, એક ઓટોરિક્ષામાં સવાર કેટલાક ઉપદ્રવિયોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી. પોલીસે આ મામલે કેટલાક સગીરોની પણ અટકાયત કરી છે. તેમને લાલગેટ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જણાવ્યું કે, જ્યારે ભીડે પોતાના સમૂદાયના લોકોની અટકાયત કરવાને લઈ પોલીસ સ્ટેશને જઈ વિરોધ કર્યો તો બે સમૂદાયો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. આ દરમિયાન કેટલાક પોલીસકર્મી ઈડાગ્રસ્ત પણ થયા હતા. પોલીસના એક વાહનને પણ નુક્સાન પહોંચાડાયું હતું. જોકે સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્ડ કરવાની ફરજ પડી હતી અને આંસૂગેસના ગોળા પણ દાગ્યા હતા. તેમણે કહ્યું કે, અમારી પાસે સીસીટીવી ફુટેજ અને વીડિયો રેકોર્ડિંગ છે. તેની ઓળખ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. દોષિઓને કડકમાં કડક સજા કરવામાં આવશે.

કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો?
પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાના વિભિન્ન પ્રાવધાનો અંતર્ગત મામલો નોંધ્યો છે. જેમાં ગેરકાયદેસર ભેગા થવું, કોઈપણ વર્ગના ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી પૂજા સ્થળને નુક્સાન પહોંચાડવું અથવા અપવિત્ર કરવું અને કોઈપણ વર્ગના કે ધર્મના ધાર્મિક વિશ્વાસનું અપમાન કરીને તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી. સાથે જ જાણી જોઈને અને દુર્ભાગ્યપૂર્ણ કામ કરવું સામેલ છે. પોલીસ અનુસાર, હિંસામાં સામેલ લોકો પર કોમી રમખાણ ફેલાવવું, ગેરકાયદેસર ભેગા થવું અને સાર્વજનિક સંપત્તિને નુક્સાન પહોંચાડવા જેવા વિવિધ મામલા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં કેટલા લોકો પર કાર્યવાહી
સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના અંતર્ગત મોડી રાતથી પોલીસે આરોપીઓને શોધવાનું શરૂ કરી દીધુ હતું અને અત્યાર સુધીમાં પોલીસે 32 જેટલા લોકોની અટકાયત કરી લીધી છે. આ મામલે 2 અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: ગણેશ પૂજામાં પથ્થરમારા બાદ ગુજરાતમાં યોગી-યોગી, કહ્યું- UPની જેમ ચલાવો બુલડોઝર

સરકારે શું કર્યું?
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમએ દોષિઓ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનો વાયદો કર્યો અને અને શહેરમાં શાંતિ અને સૌહાર્દમાં ખલેલ પહોંચાડનાર લોકોની ધરપકડ કરવાના આદેશ આપ્યા હતા. જે બાદ રાજ્ય ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, ‘ મેં વચન આપ્યું હતું તેમ, અમે સૂર્યોદય થાય તે પહેલાં પથ્થરબાજોને પકડી લીધા છે! 27 પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી છે. CCTV, વીડિયો વિઝ્યુઅલ, ડ્રોન વિઝ્યુઅલ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સનું કામ હજુ ચાલુ છે. તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી ટીમો પથ્થરબાજોને ઓળખવા અને સજા કરવા માટે આખી રાત કામ કરી રહી હતી અને હજુ પણ કામ કરી રહી છે.’