December 29, 2024

શેરબજારમાં જોરદાર તેજી, નિફ્ટી 22 હજારની ઉપર

મુંબઈ: શેરબજાર આજે શાનદાર ઉછાળા સાથે ખુલવામાં સફળ રહ્યા છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીના દિવસે શેરબજારમાંથી જબરદસ્ત સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 22000ની ઉપર આગળ વધી રહી હતી અને પ્રી-ઓપનિંગથી માર્કેટમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. અમેરિકન બજારો ગઈ કાલે રેકોર્ડ સ્તરે બંધ થયા હતા અને આજે સવારે એશિયન બજારો પણ સકારાત્મક સંકેતો પર છે.

કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
RBIની પોલિસીના પ્રથમ ઓપનિંગમાં, બીએસઈ સેન્સેક્સ 321.42 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 72,473 ના સ્તર પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 79.15 (0.36 ટકા) ના મજબૂત વધારા સાથે 22,009 ના સ્તર પર ખુલ્યો.

પ્રી-ઓપનિંગમાં બજાર કેવું હતું?
શેરબજારની શરૂઆત પૂર્વે BSEનો સેન્સેક્સ 383.20 પોઈન્ટ્સ અથવા 0.53 ટકાના વધારા સાથે 72535ના સ્તરે અને NSEનો નિફ્ટી 88.20 પોઈન્ટ્સ અથવા 0.40 ટકાના વધારા સાથે 22018ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

વૈશ્વિક બજારોમાં જોરદાર ઉછાળો
એશિયન બજારોમાંથી મજબૂત સંકેતો મળી રહ્યા હતા, ત્યારે વૈશ્વિક બજારોમાં અદ્ભૂત ઉછાળ જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી લગભગ 0.75 ટકા જેટલો ઉછળ્યો છે. ગઈકાલે રાત્રે અમેરિકન બજારો રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. ડાઉ અને S&P રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ડાઉ જોન્સ 150 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ પહેલીવાર 5000ની સપાટીની નજીક પહોંચતો જોવા મળી રહ્યો છે.