December 19, 2024

શેરમાર્કેટ લાલ નિશાન સાથે શરૂ, સેન્સેક્સ 73,800 પર ખુલ્યો

Stock Market: શેરમાર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. BSEના સેન્સેક્સ 73,800 પર ખુલ્યું હતું. આ સાથે નિફ્ટી 22,400 પર ઓપન થયું છે. સેન્સેક્સની શરૂઆત 104.87 અંક એટલે કે 0.14 ટકાના ઘટાડા સાથે 73,767.42 પર ખુલ્યો હતો. તો એનએસઈના નિફ્ટી 22,371 પર ખુલ્યો છે. તેમાં 34.35 અંક એટલે કે 0.15 ટકાના ઘટાડા સાથે ઓપન થયું છે.

બેંક અને ઓટો શેર
બેંક નિફ્ટીમાં 158 અંકના ઘટાડા સાથે 47297 પર વેપાર કરી રહ્યો છે. જ્યારે આઈટી શેરમાં આજે 0.71 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે બજારમાં સેક્ટર અનુસાર ટ્રેડને જોચા ઓટો, મેટલ, પીએસયુ બેંક, રિયલટી અને હેલ્થકેર ઈન્ડેક્સ સિવાય બીજા ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધારે આઈટી સ્ટોક્સમાં નબળી શરૂઆત જોવા મળી છે.

BSE સેન્સેક્સના શેરના હાલ
સેન્સેક્સના 30 શેરમાંથી 13 શેરમાં તેજી જોવા મળી છે જ્યારે 17 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. ટાટા મોટર્સ આજે સૌથી વધારે 4.73 ટકાના ઉછાળા સાથે ટોપ ગેનર રહ્યું છે. એ બાદ એમએન્ડએમ 1.28 ટકા તો SBI અને NTPC 0.89 ટકાની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ભારતી એરટેલ 0.52 ટકા અને ટાઈટન 0.37 ટકાના વધારા સાથે આગળ છે.