May 17, 2024

શેર માર્કેટમાં સેન્સેક્સ 73,100ની ઉપર, તો નિફ્ટી 22,200ને પાર

Stock Market Opening: ભારતીય શેર બજારની શરૂઆત સામાન્ય રીતે થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય વધારો થવાથી બજાર ગ્રીન નિશાન સાથે ખુલ્યુ હતું. બેંક નિફ્ટીમાં સામાન્ય તેજી સાથે 46,600 પર શરૂ થયો હતો. તો ઓટો, એફએમસીજી, આઈટી, ફાઈનેશિયલ સર્વિસેજ, ઓયલ એન્ડ ગેસ, રિયલ્ટીની સાથે બેંક શેરમાં ઘટાડો જોવા મળ્યા છે. BSEના સેન્સેક્સમાં 67.60 અંકના વધારા સાથે 73,162ના લેવલ પર ખુલ્યું છે. એનએસઈના નિફ્ટી 15.75 અંક એટલે કે 22,214ના લેવલ પર ખુલ્યો હતો. હજારમાં હિંડાલ્કો સૌથી મોટા ટોપ ગેનર સાબિત થયા હતા.

સેન્સેક્સના શેર
સેન્સેક્સના 30 શેરમાંથી 18 શેરમાં મજબુત તેજી જોવા મળી હતી, જ્યારે 12 સ્ટોકમાં ઘટાડો થયો છે. ટોપ ગેનર તરીકે બીઈએસમાં 1.39 ટકા, ભારતી એયરટેલ 1.37 ટકા, ટાટા મોટર્સ 1.24 ટકા, ટાટા કંઝ્યુમર પ્રોડક્ટસ 0.92 ટકા તેજીની સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટોપ લૂઝર્સમાં અપોલો હોસ્પિટલ્સ 1.57 ટકા, એશિયન પેન્ટ્સ 1.04 ટકા અને વિપ્રો 0.87 ટકાના ઘટાડા સાથે આગળ વધી રહ્યો છે.

BSEનો એડવાન્સ રેશિયો
BSEમાં સવારે 9.30 વાગ્યા સુધીમાં 2998 શેરો ટ્રેડ કરી રહ્યા હતા. જેમાંથી 1695 શેરમાં તેજી અને 1195 શેર ગગડ્યા હતા. 108 શેરમાં કોઈ પણ બદલાવ જોવા મળ્યો નહોતો. 102 શેરમાં અપર સર્કિટ લાગુ કરવામાં આવી છે. જ્યારે 58 શેરમાં લોઅર સર્કિટ લાગુ કરવામાં આવી છે.

નિફ્ટીના શેર
નિફ્ટીના 50 શેરમાંથી 25 શેરમાં તેજી અને 24 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. 1 શેરમાં કોઈ પણ બદલાવ જોવા મળ્યો નથી. નિફ્ટીના ટોર ગેનર ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા મોટર્સ, ભારતી એરટેલ, એસબીઆઈ અને એચડીએફસી લાઈફ પણ સૌથી વધારે વધારા સાથે વધેલા શેર બન્યા છે.