January 18, 2025

માર્ચ મહિનાના પ્રથમ દિવસે લીલા નિશાન સાથે શેર બજારની શરૂઆત

Stock Market: નાણાકિય વર્ષ 2024નો છેલ્લો મહિનો માર્ચ આજથી શરૂ થઈ ગયો છે. નવા મહિનાના પ્રથમ દિવસે શેર બજારમાં ગ્રીન નિશાન સાથે શરૂઆત થઈ છે. બજાર ખુલતા સમયે મિડકેપ-સ્મોલકેપામં વધારા સાથે જોવા મળી હતી. જેના કારણે બજારને સપોર્ટ મળ્યો હતો. પીએસયુ બેંક અને પીએસયૂ કંપનીઓ પોતાની તેજીની સાથે બજારમાં જોવા મળી હતી. BSEના સેન્સેક્સ 106 અંક એટલે કે 0.15 ટકાના વધારા સાથે 72,606 સુધી ખુલ્યો છે. NSEના નિફ્ટીમાં 65.50 અંક એટલે કે 0.30 ટકાના વધારા સાથે 22,048ના લેવલ પર ઓપનિંગ થયું છે.

બેંક નિફ્ટી
બેંક નિફ્ટી આજે 388.45 અંક એટલે કે 0.84 ટકાના વધારા સાથે 46,509ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. બેંક નિફ્ટીમાં બધા 12 શેરમાં ઉછાળની સાથે કારોબાર કરી રહ્યા છે. બેંકના ટોપ ગેનર બેંક ઓફ બરોડા 1.36 ટકાનો વધારો થયો છે. PNBમાં પણ 1.35 ટકાનો વધારો, બંધન બેંક 1.30 ટકાનો વધારો, એસબીઆઈ 1.11 ટકા, ફેડરલ બેંક 1.03 ટકાની મજબૂતીની સાથે ટ્રેડ કરી રહ્યા છે.

મીડિયા-ફાર્મા-હેલ્થકેર
નિફ્ટીના સેક્ટોરલ ઈન્ડેક્સમાં જોવામાં આવે તો મીડિયા-ફાર્મા- હેલ્થકેર સિવાય બધા ઈન્ડેક્સમાં તેજી જોવા મળી છે. તેમાં પણ સૌથી વધારે ઓટો સેક્ટર 1.23 ટકાની ઉપર છે.

સેન્સેક્સના શેર
સવારે 10 વાગ્યા સુધીના આંકડાઓની વાત કરીએ તો BSE 703 અંકના વધારા સાથે 73,207 પર જોવા મળ્યો હતો. જ્યારે 30 શેરમાંથી 26 શેરમાં તેજી અને 4 શેરમાં ઘટાડો થયો છે. સેન્સેક્સના ટોપ ગેનર શેરમાં ડેએસડબ્લ્યૂ સ્ટીલ છે. જે 3.74 ટકાની ઉપર છે. ટાટા સ્ટીલ 3.30 ટકા, એલએન્ડટી 2.32 ટકા અને ટાટા મોટર્સ 2.06 ટકાનો ઉછાળ જોવા મળ્યો છે. એનટીપીસી 1.85 ટકા અને ટાઈટનમાં 1.78 ટકાનો વધારો જોવા મળ્યો છે.

નિફ્ટીના ટોપ ગેનર
નિફ્ટના 50 શેરમાંથી 40 શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. તેમાં પણ જેએસડબ્લ્યૂ સ્ટીલ 4 ટકા, ટાટા સ્ટીલ 3.37 ટકા, એલએન્ડટી 2.79 ટકાના વધારે સાથે ટોપ ગેનર બન્યા છે. BPSLના શેરમાં 2.75 ટકા અને ઓએનજીસીમાં 2.59 ટકાનો વધારો જોવા મળ્યો છે.