December 24, 2024

શેરબજારમાં મજબૂત શરૂઆત; સેન્સેક્સ 200 અંક ઉછળ્યો, નિફ્ટી 24800 પાર

Sensex Opening Bell: સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 200 પોઈન્ટ મજબૂત થયો હતો. બીજી તરફ નિફ્ટીએ 24800ની સપાટી ક્રોસ કરી છે. Zomato અને Paytm વચ્ચે ટિકિટિંગ બિઝનેસ માટેના સોદાના સમાચારે બંને કંપનીઓના શેરને મજબૂત બનાવ્યા અને તેઓ 3 ટકાના વધારા સાથે ટ્રેડિંગ કરતા જોવા મળ્યા.

ગુરુવારે ડોલર સામે રૂપિયો એક રેન્જમાં ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સ્થાનિક ચલણ 83.93 રૂપિયાના સ્તર પર ઓપનિંગ થયો અને રૂ. 83.95 પર લપસી ગયો હતો. અગાઉના સત્રના બંધની સરખામણીએ ડોલર સામે રૂપિયો 5 પૈસા ઘટ્યો હતો. બુધવારે રૂપિયો 13 પૈસા ઘટીને 83.90 પર બંધ થયો હતો.