March 22, 2025

શેરબજારમાં હરિયાળી યથાવત; સેન્સેક્સ 267 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,250ને પાર ગયો

Sensex Opening Bell: શેરબજારમાં હરિયાળી યથાવત જોવા મળી રહી છે. સેન્સેક્સ 267 પોઈન્ટ વધ્યો છે. જ્યારે નિફ્ટી 23,250 પોઈન્ટને પાર પહોંચ્યો છે.

સેન્સેક્સ

  • 76,578.74
  • 237.37 (0.31%)

નિફ્ટી

  • 23,267.30
  • 76.65 (0.33%)

આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 21 માર્ચ શુક્રવારના રોજ સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના વધારા સાથે 76,500ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 અંક વધીને 23250ના સ્તર પર છે. નિફ્ટી રિયલ્ટીમાં 2.7%નો વધારો છે. ફાર્મા અને ઓટો લગભગ 1% ઉપર છે.

ગઈકાલે સેન્સેક્સ 899 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો
20 માર્ચે સેન્સેક્સ 899 પોઈન્ટ (+1.19%) વધીને 76,348 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 283 પોઈન્ટ (+1.24%) વધીને 23,190 પર બંધ થયો.