December 23, 2024

શેરબજારમાં જોરદાર ઉછાળો; સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24350 પાર

Sensex Opening Bell: સકારાત્મક વૈશ્વિક સંકેતો બાદ બુધવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી હતી. શુક્રવારે સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 24,350 ના સ્તરની ઉપર ઉછળ્યો હતો.

યુએસ લેબર માર્કેટ ડેટાએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં મંદીની ચિંતા હળવી કરી છે. આ પછી વૈશ્વિક સ્તરે તમામ ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી હતી. દરમિયાન BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4.4 લાખ કરોડ વધીને રૂ. 450.15 લાખ કરોડ થયું હતું.

આ પણ વાંચો: દિલ્હીમાંથી મોસ્ટ વોન્ટેડ રિઝવાન અલીની ધરપકડ, ISISના મોડ્યુલનો પર્દાફાશ

સેન્સેક્સના તમામ 30 શેરોમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસિસ અને ટીસીએસ 2.5 ટકા સુધી વધ્યા હતા.

ગુરૂવારે મોટા ઘટાડા સાથે બંધ થયું હતું બજાર
તમને જણાવી દઈએ કે, આ પહેલા ગુરૂવારે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરૂવારે આરબીઆઈની એમપીસીની મિટીંગના પરિણામો આવ્યા બાદ બજારમાં જોરદાર ઘટાડો થયો હતો જે બજારના બંધ થવા સુધી યથાવત રહ્યો હતો. ગુરૂવારે બીએસઈ સેન્સેક્સ 581.79 અંક (0.73%)ના ઘટાડા સાથે 78,886.22 અંક પર બંધ થયો તો ત્યાં જ નિફ્ટી પણ 180.50 અંક (0.74%)ના ઘટાડા સાથે 24,117.00 અંક પર બંધ થયો હતો.