January 16, 2025

શેરબજાર લીલા રંગમાં ખુલ્યું, નિફ્ટી 24050ની ઉપર, આ શેરોમાં ઉછાળો

Sensex Opening Bell: શેરબજાર આજે પણ લીલા રંગમાં ખુલ્લું છે. જોકે, માર્કેટમાં કોઈ મોટો ઉછાળો નથી પણ તેજી ચાલુ છે. BSE સેન્સેક્સ 68.09 પોઈન્ટ વધીને 81,779.84 પોઈન્ટ પર ખુલ્યો હતો. ત્યાં જ NSE નિફ્ટી 13.05 પોઈન્ટના વધારા સાથે 25,030.80 પોઈન્ટ પર પહોંચી ગયો છે. જો આપણે શેર્સ પર નજર કરીએ તો ટાટા મોટર્સ, ટાઇટન, સન ફાર્મા, M&M, JSW સ્ટીલ, ભારતી એરટેલ, બજાજ ફિન્સર્વ, રિલાયન્સ, NTPC અને મારુતિમાં વધારો જોવા મળ્યો છે. ત્યાં જ HDFC બેંક, બજાજ ફાઇનાન્સ, SBI, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, ICICI બેંક અને કોટક બેંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બેંકિંગ એક્સપાયરી હોવાને કારણે બેંકોના શેરોમાં વધઘટ જોવા મળી શકે છે.

બજાર સપાટ બંધ હતું
મંગળવારે શેરબજારોમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી અને BSE સેન્સેક્સ 14 પોઈન્ટના નજીવા વધારા સાથે બંધ થયો હતો. જોકે નિફ્ટી 25,017 પોઈન્ટની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. બજારના નિષ્ણાતોના મતે મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એફએમસીજી કંપનીઓમાં પ્રોફિટ-બુકિંગથી ટેલિકોમ, ટેક્નોલોજી અને આઈટી શેરોમાં નફો સરભર થયો છે. આ સતત નવમું સત્ર છે જ્યારે નિફ્ટીમાં વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: IPL 2025માં થશે આ દિગ્ગજની એન્ટ્રી! લખનૌ સુપર જાયન્ટ્સ આજે નામ પર મારી શકે છે મહોર

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે માર્કેટ રેકોર્ડ હાઈ પર પહોંચતાં રોકાણકારોએ નફો બુક કર્યો હતો. સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વ પોલિસી રેટમાં ઘટાડો કરે તેવી શક્યતાને કારણે માર્કેટમાં સેન્ટિમેન્ટ સકારાત્મક રહ્યું છે.