ઐતિહાસિક ઊંચાઈએ શેર માર્કેટ, સેન્સેક્સ-નિફ્ટીએ બનાવ્યો નવો રેકોર્ડ
Market Opening: શેર માર્કેટની આજે દમદાર શરૂઆત થઈ છે. નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે શેરમાર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. માર્કેટ ખુલતાંની સાથે 74,101ના ઉચ્ચ સ્તર પર પહોંચ્યું છે. બજારમાં ખુલતાં જ 20 મિનિટમાં સેન્સેક્સ અને નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. બંને ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં નિફ્ટી 22,529.95ના નવા રેકોર્ડ પર ઉચ્ચ સ્તર પર પહોંચ્યું છે. તો સેન્સેક્સ 74,254.62ના નવા રેકોર્ડ પર પહોંચ્યું છે.
કેવી રહી ઓપનિંગ?
આજે શેર માર્કેટની ઓપનિંગ 317.27 અંક એટલે કે 0.43 ટકાની ઊંચાઈ સાથે 73968 પર શરૂ થયું છે. તો નિફ્ટી 128.10 અંક એટલે કે 0.57 ટકાના વધારા સાથે 22,455ના લેવલ પર કારોબાર ઓપન થયું છે.
આ પણ વાંચો: ધોનીએ બનાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, જાણો તમામ માહિતી
સેન્સેક્સે 74,200ની ઊંચી સપાટી બનાવી
BSE સેન્સેક્સ આજે 74,208ની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને તેમાં 557 પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 2 જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 28 શેરો ઉછાળા સાથે લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના ટોપ ગેનર્સમાં JSW સ્ટીલ 2 ટકા અને ટાટા સ્ટીલ 1.70 ટકા વધીને ટ્રેડ કરી રહ્યાં છે. કોટક બેન્ક 1.55 ટકા અને HDFC બેન્ક 1.25 ટકા ઉપર છે. બજાજ ફિનસર્વ 1.15 ટકા અને એશિયન પેઇન્ટ્સ 1.11 ટકા ઉપર છે.
નિફ્ટી શેરની સ્થિતિ જાણો
NSE નિફ્ટી પણ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યુ છે. તેના 50 શેરોમાંથી 48 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 2 શેર જ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટોપ ગેઇનર્સમાં JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, શ્રી રામ ફાઇનાન્સ, એપોલો હોસ્પિટલ્સ અને L&Tના શેરનો સમાવેશ થાય છે.
નિફ્ટીના ઘટતા શેરની સ્થિતિ
નિફ્ટીના બે ઘટી રહેલા શેરોમાં ભારતી એરટેલ અને બજાજ ઓટો જ એવા છે જે નબળાઈના રેડ ઝોનમાં છે. ભારતી એરટેલ 0.44 ટકા અને બજાજ ઓટો 0.15 ટકા ઘટ્યા હતા.