December 29, 2024

આજે સ્ટોક માર્કેટની તેજીની સાથે શરૂઆત, નિફ્ટી 22,150ની ઉપર

Stock Market Opening: ભારતીય શેરબજારમાં મિશ્ર શરૂઆત થઈ હતી, પરંતુ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઊંચાઈની રેન્જમાં આવી ગયા હતા. સેન્સેક્સ 73,000 ને પાર કરી ગયો છે અને નિફ્ટી 22,155 સુધી ચઢી ગયો છે. બેન્ક નિફ્ટીમાં વધુ વેગ નથી પણ બજારને આઈટી શેર્સથી સપોર્ટ મળ્યો છે. BSE સેન્સેક્સ 79.41 પોઈન્ટ અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 72,696 પર ખુલ્યો અને NSE નિફ્ટી 8.85 પોઈન્ટના મામૂલી વધારા સાથે 22,112 પર ખુલ્યો.

સેન્સેક્સ શેર
સેન્સેક્સના 30માંથી 21 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 9 શેરો એવા છે. જે ઘટાડાનો સામનો કરી રહ્યા છે. સૌથી મોટો ઉછાળો JSW સ્ટીલમાં છે અને તે 1.79 ટકા વધ્યો છે. પાવરગ્રીડ, એનટીપીસી, એમએન્ડએમ, ટાટા સ્ટીલ અને મારુતિ સુઝુકીના શેર પણ મજબૂતીથી ટ્રેડ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ઇરાનની સાથે ભારતની થઇ મોટી ડીલ, પાકિસ્તાન-ચીનને થશે બળતરા

નિફ્ટી સ્ટોક્સ
નિફ્ટીના 50 શેરોમાંથી 31માં ઉછાળા સાથે અને 19 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે નિફ્ટીનો ટોપ ગેનર શ્રીરામ ફાઇનાન્સ છે જે 3.27 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો છે. આ સાથે Hero MotoCorp, Hindalco, PowerGrid, JSW સ્ટીલના શેરમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. ઘટી રહેલા નિફ્ટી શેરોમાં સિપ્લા 2 ટકાથી વધુ અને અદાણી પોર્ટ્સ એક ટકા નીચે છે. એપોલો હોસ્પિટલ, નેસ્લે, ટાટા કન્ઝ્યુમર્સના શેર પણ ઘટી રહ્યા છે.

BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 400 લાખ કરોડનું વળતર
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 399.16 લાખ કરોડ થયું છે. અત્યારે BSE પર 3036 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમાંથી 2175 શેર વધી રહ્યા છે અને 738 શેર ઘટી રહ્યા છે. 123 શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 117 શેર પર અપર સર્કિટ અને 52 શેર પર લોઅર સર્કિટ લાદવામાં આવી છે.