September 8, 2024

Sensex Opening Bell: સેન્સેક્સ 150 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 24450 થી લપસ્યો

Sensex Opening Bell: સ્થાનિક શેરબજાર બજેટના એક દિવસ બાદ બુધવારે સુસ્ત દેખાઈ રહ્યું છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સમાં 216 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ નિફ્ટી પણ ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો હોવાનું જણાય છે. બુધવારે પ્રારંભિક ટ્રેડિંગ સેશન દરમિયાન ITC 2% સુધી વધ્યો હતો જ્યારે બજાજ ફાઇનાન્સનો શેર 2% સુધી નબળો પડ્યો હતો.

આ પહેલા મંગળવારે સંસદમાં મોદી 3.0નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના કાર્યકાળનું સતત સાતમું બજેટ રજૂ કરતી વખતે ઘણી જાહેરાતો કરી હતી. જેની સીધી અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે. કેપિટલ ગેઈન ટેક્સ વધારવાના નિર્ણયે બજારનો મૂડ બગાડ્યો હતો અને રોકાણકારોને ખૂબ ડરાવ્યા હતા. બીએસઈનો સેન્સેક્સ 1200 પોઈન્ટ ઘટ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 500 પોઈન્ટ લપસી ગયો હતો. જોકે, ટ્રેડિંગના અંત સુધીમાં બંનેમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી.