May 17, 2024

માર્કેટની સુસ્ત શરૂઆત, નિફ્ટી 22,300ની નીચે

Stock Market: ભારતીય શેર માર્કેટમાં આજે ઘટાડા સાથે શરૂઆત થઈ છે. BSEના સેન્સેક્સ 73,500થી પણ નીચેના સ્તરે ઓપન થયું છે. તો NSE નિફ્ટી 22,300થી પણ નીચે ગગડી ગયું છે. BSE સેન્સેક્સ 89.43 અંક એટલે કે 0.12 ટકાના ઘટાડા સાથે 73,587ના લેવલ પર ખુલ્યો છે. તો બીજી તરફ NSE નિફ્ટી 28.80 અંક એટલે કે 0.13 ટકાના ઘટાડા સાથે 22,327 પર ખુલ્યો છે.

શેરની સ્થિતિ
BSEના સેન્સેક્સમાં આજે 30માંથી 8 શેરમાં તેજી જોવા મળી છે. જ્યારે 22 શેર ઘટાડા સાથે આગળ વધી રહ્યા છે. બજારના ટોપ ગેનર શેરની વાત કરીએ તો મહિન્દ્રા બેંક કે જેમાં 1.40 ટકાના વધારા સાથે આગળ વધી રહ્યા છે. તે ઉપરાંત એક્સિસ બેંકમાં 1.30 ટકાના વધારો, ICICI બેંક 1.27 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા છે. ઈન્ડસઈન્ડ બેંક, HDFC બેંક, નેસ્લે અને સન ફાર્માની સાથે HULની સાથે આગળ વધી રહ્યા છે. સવારના 10 વાગ્યા સુધીમાં બજાર ગ્રીન નિશાન પર આવી ગયું છે.

બિગ બાસ્કેટ IPO
ટાટા ગ્રુપની ઓનલાઈન કરિયાણા કંપની ‘બિગ બાસ્કેટ’ નફા સાથે આગળ વધી રહ્યો છે. આથી 2025 સુધીમાં કંપની IPO લાવવાનું પ્લાન કરી રહી છે.