December 19, 2024

શેરમાર્કેટમાં મારુતિ લાવ્યું તેજી, સેન્સેક્સમાં 526 પોઈન્ટની છલાંગ

Market Closing: રિલાઈન્સ અને મારૂતિ સુઝુકીના શેરમાં બુધવારે જોરદાર તેજીના કારણે શેરમાર્કેટમાં તેજી હતી. બેંકિંગ અને એનર્જી શેરમાં તેજીના કારણે બજારમાં તેજી જોવા મળી હતી. આજના ટ્રેડમાં સ્મોલકેપ શેરમાં ખરીદારી જોવા મળી છે. BSE સેન્સેક્સમાં 526ના ઉછાળા સાથે 72,996 પર બંધ થયું છે, જ્યારે નિફ્ટીમાં 119 અંકના ઉછાળ સાથે 22,124 પર બંધ રહ્યું છે.

ક્ષેત્રની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે આઈટી, ફાર્મા, હેલ્થકેર, એફએમસીજી, મેટલ્સ અને મીડિયા શેરો નુકસાન સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં સ્મૉલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટી સ્મૉલકેપ ઈન્ડેક્સ લગભગ 1 ટકાના વધારા સાથે બંધ થયો હતો. જોકે મિડકેપ ઇન્ડેક્સમાં થોડો વધારો જોવા મળ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 26 ઘટાડા સાથે બંધ થયા હતા. બંને શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.

રોકાણકારોની સંપત્તિમાં વધારો
શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય રૂ. 383.85 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા સત્રમાં રૂ. 382.52 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં શેરબજારની માર્કેટ મૂડીમાં રૂ. 1.33 લાખ કરોડનો વધારો થયો છે. BSE ડેટા અનુસાર, આજે કુલ 3947 શેરોમાં ટ્રેડિંગ થયું હતું જેમાં 1518 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2314 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. 115 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.