January 5, 2025

સેન્સેક્સમાં સામાન્ય વધારો, નિફ્ટીમાં 500 પોઈન્ટનો ઉછાળો

Stock Market Closing: ભારતીય શેર બજારમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી હતી. આજના ટ્રેડમાં મિકડેપ અને સ્મોલકેપ સ્ટોક્સનો જોશ હાઈ બની ગયો છે. આજના ટ્રેડમાં મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સનો જોશ હાઈ થઈ ગયો હતો. FMCG અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને આઈટી સ્ટોક્સમાં ખરીદી જોવા મળી રહી છે.  માર્કેટ બંધ થયું એ સમયે સેન્સેક્સમાં 90 અંકના ઉછાળા સાથે 73,738 અને નિફ્ટી 32 અંકના ઉછાળ સાથે 22,368 પર બંધ થયું છે.

માર્કેટ કેપ ફરી 400 લાખ કરોડને પાર
આજના વેપાર દરમિયાન, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ફરીથી રૂ. 400 લાખ કરોડને પાર કરી ગયું. જોકે છેલ્લા એક કલાકમાં ઉપરના સ્તરેથી ઘટાડાને કારણે માર્કેટ કેપ આ સ્તરની નીચે આવી ગયું હતું. આજના ટ્રેડિંગના અંતે માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 399.68 લાખ કરોડ પર બંધ થયું હતું, જ્યારે અગાઉના ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 397.85 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં 1.83 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

આ પણ વાંચો: હવે ચોકલેટ અને કોફી થશે મોંઘી, અછતના કારણે માર્કેટમાં અસર

બજારની સ્થિતિ
આજના કારોબારમાં સૌથી વધુ ઉછાળો મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોવા મળ્યો હતો. નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ 518 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં 203 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે ફાર્મા, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ, એનર્જી અને મેટલ્સ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં બજારમાં ઘટાડાના સંકેતો છે. ઇન્ડિયા VIX 19.76 ટકાના ઘટાડા સાથે 10.19 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર ઉછાળા સાથે અને 12 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 30 વધ્યા અને 20 નુકસાન સાથે બંધ થયા.

ટોપ ગેનર અને લૂઝર
આજના ટ્રેડિંગમાં ગ્રાસિમ 3.93 ટકાના વધારા સાથે, ભારતી એરટેલ 3.45 ટકાના વધારા સાથે, નેસ્લે 1.73 ટકાના વધારા સાથે, મારુતિ સુઝુકી 1.65 ટકાના વધારા સાથે, ટાટા મોટર્સ 1.36 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે સન ફાર્મા 3.60 ટકા, બીપીસીએલ 1.73 ટકા, રિલાયન્સ 1.39 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.