December 17, 2024

શેર માર્કેટ તેજીના માહોલ સાથે બંધ, માર્કેટ કેપમાં 6 લાખ કરોડનો વધારો

Stock Market Closing: અમેરિકા ફેડ રિઝર્વના ચેરમેને 2024માં ત્રણ વખત વ્યાજના દરમાં ઘટાડો કરવાના નિવેદનને લઈને દુનિયાભરના શેરમાર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. આ તેજી આજે ભારતીય શેર માર્કેટમાં પણ જોવા મળી છે. ગુરૂવારના શેર માર્કેટમાં મિડકેપ સ્ટોકમાં સૌથી વધારે ખરીદી જોવા મળી હતી. જેના કારણે નિફ્ટીના મિડકેર ઈન્ડેક્સમાં 1100 અંકની તેજી જોવા મળી હતી. આજનો વેપાર પુરો થતા સમયે BSE સેન્સેક્સ 539 અંકના ઉછાળા સાથે 72,641 અને નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 172 અંકની તેજી સાથે 22,012 પર ક્લોઝ થયું છે. નિફ્ટી ફરીથી 22,000ના આંકડાઓને પર કરવામાં સફળતા મળી છે.

6 લાખ કરોડનો થયો વધારો
ભારતીય શેર બજારમાં શાનદાર તેજીના કારણે સંપતિમાં જોરદાર વધારો થયો છે. BSE પર લિસ્ટેડ સ્ટોક્સના માર્કેટ કેપમાં વધારો થવાની સાથે 380 લાખ કરોજ રૂપિયા પર ક્લોઝ થયું છે. જે ગત સત્રમાં 374.12 લાખ કરોડ રૂપિયા થયા છે. એટલે કે આજના કારોબારમાં રોકાણકારોની સંપતિમાં 5.88 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

શેરની સ્થિતિ
આજના કારોબારમાં મિડકેપ શેરોમાં ખરીદીના કારણે નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ 100 ઈન્ડેક્સ 1113 પોઈન્ટના ઉછાળા સાથે 47000ને પાર થઈ ગયો હતો, જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ 366 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. સેક્ટરમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા અને કોઈ પણ સેક્ટર લાલ નિશાન સાથે જોવા મળ્યું ન હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 વધ્યા અને 4 નુકસાન સાથે બંધ થયા, જ્યારે નિફ્ટીના 50માંથી 43 શેર ઉછાળા સાથે જ્યારે 7 ઘટાડાની સાથે બંધ થયા હતા.

વધતો અને ઘટતો સ્ટોક
આજના ટ્રેડિંગમાં BPCL 3.73 ટકાના વધારા સાથે, NTPC 3.62 ટકાના વધારા સાથે, પાવર ગ્રીડ 3.44 ટકાના વધારા સાથે અને ટાટા સ્ટીલ 3.06 ટકાના વધારા સાથે બંધ થયા છે, જ્યારે ભારતી એરટેલ 0.89 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો, જ્યારે ONGC 0.34 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.