May 18, 2024

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો, તો મિડ-સ્મોલ કેપમાં રોનક

Stock Market Closing: ભારતીય શેર માર્કેટ માટે મંગળવાર શાનદાર રહ્યો છે. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ સ્ટોસ માટે તો ખુબ જ સારો રહ્યો છે. નવા વર્ષમાં સતત બીજા સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં રોકાણકારોએ ખરીદી કરી છે. બજારના પ્રમુખ ઈન્ડેક્સ ફ્લેટ ક્લોઝ થયા છે. આજના બજારના બંધ થવા સમયે સેન્સેક્સ 111 અંકના ઘટાડા સાથે 73,903 પર અને નેશનલ સ્ટોકની નિફ્ટીમાં 8.70 અંકના ઘટાડા સાથે 22,453 પર બંધ થયું છે.

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.50 લાખ કરોડનો વધારો
સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ થવા છતાં શેરબજારની માર્કેટ મૂડીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 395.67 લાખ કરોડ પર બંધ થયું હતું. જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂ. 393.15 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.52 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 9 ટકા વધ્યું, પશુપાલકોને બોનસ ચૂકવવાની જાહેરાત

શેરની સ્થિતિ
આજના કારોબારમાં ઓટો, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી ઈન્ફ્રા, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે હેલ્થકેર, આઈટી, ફાર્મા અને બેન્કિંગ શેરો ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. મિડકેપ ઈન્ડેક્સ 567 પોઈન્ટના ઉછાળા સાથે 49,479 પર બંધ રહ્યો હતો.સ્મોલકેપ ઈન્ડેક્સ 192 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.

વધતા અને ઘટતા શેર
આજના ટ્રેડિંગમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.95 ટકા, નેસ્લે 1.42 ટકા, ટાટા મોટર્સ 1.23 ટકા, SBI 1.21 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.11 ટકા, ટાટા સ્ટીલ 0.95 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે કોટક મહિન્દ્રા 1.84 ટકાના ઘટાડા સાથે, સન ફાર્મા 0.90 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.