November 16, 2024

નવું વર્ષ માર્કેટ માટે રહ્યું ધમાકેદાર, 6.50 લાખ કરોડનો વધારો

Market Closing: નવા નાણાકીય વર્ષ 2024-25ના પહેલા દિવસે શેરમાર્કેટમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેએ રેકોર્ડ લાઈફટાઈમ હાઈએ પહોંચ્યું હતું. સેન્સેક્સ 74,254.62 અંક અને નિફ્ટી 22,529.95 પર રેકોર્ડ હાઈ પર પહોંચ્યો છે. બેંકિંગ અને એનર્જીના સ્ટોક્સમાં બજારમાં સૌથી વધારે તેજી આપવામાં પોતાનું યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો: RBIના 90 વર્ષ પૂર્ણ, PM મોદીએ કહ્યું – રિઝર્વ બેન્કે વિશ્વસનીયતા સાબિત કરી

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ તેજી જોવા મળી છે. આ તેજીની કારણે રોકાણકારોની સંપતિમાં 6 લાખ કરોડથી વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. આજનું માર્કેટ બંધ થયું એ સમયે સેન્સેક્સ 363 અંકના વધારા સાથે 74,014 પર પહોંચ્યું હતું તો નિફ્ટીમાં 135 અંકના વધારા સાથે 22,462 પર બંધ થયું છે.

6 લાખ કરોડથી વધારે સંપત્તિ
નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે શેર માર્કેટમાં રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપિટલાઈજેશન 393.35 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. જે ગત સત્રમાં 386.91 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 6.44 લાખ કરોડ રૂપિયામાં વધારો જોવા મળ્યો છે.

ટોપ ગેનર અને ટોપ લૂઝર
સોમવારે શેર માર્કેટમાં ટોપ ગેનર તરીકે Tata Steel, JSW Steel, Adani Ports, Shriram Finance અને NTPC ટોપ ગેનર રહ્યા છે. તો Eicher Motors, Titan Company, Bharti Airtel, LTIMindtree અને Nestle ટોપ લૂઝર રહ્યા છે.