November 27, 2024

શેરમાર્કેટ લાલ નિશાન સાથે બંધ; નિફ્ટી 21,800એ અટક્યો

Stock Market Closing: ભારતીય શેર માર્કેટમાં આજે બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. મંગળવારે શેરમાર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી બંન્નેના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 736.37 અંક એટલે કે 1.01 ટકના ઘટાડા સાથે 72,012.05 પર બંધ રહ્યું છે. તો નિફ્ટી 238.25 અંક એટલે કે 1.08 ટકાના ઘટાડા સાથે 21,817.45 પર બંધ થયો છે.

સેન્સેક્સના શેરની હાલત
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 23 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી વધુ વધતા શેરોમાં બજાજ ફાઇનાન્સ 1.38 ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક 0.57 ટકા વધીને બંધ થયા છે. ICICI બેન્ક 0.26 ટકાના વધારા સાથે તો ભારતી એરટેલ 0.23 ટકાના વધારા સાથે બંધ થયું છે.

નિફ્ટી શેરની સ્થિતિ
નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 9 શેરો તેજી સાથે અને 41 શેર નબળાઈ સાથે લાલ નિશાન પર બંધ થયા હતા. સૌથી વધુ વધતા શેરોમાં બજાજ ઓટો 1.47 ટકા અને બજાજ ફાઇનાન્સ 1.25 ટકા વધ્યા હતા. આઇશર મોટર્સના શેરમાં 0.87 ટકાના વધારા સાથે ટ્રેડિંગ બંધ થયું. કોટક મહિન્દ્રા બેંક 0.73 ટકા જ્યારે એચડીએફસી બેંક 0.27 ટકા અપ બંધ કરવામાં સફળ રહી છે. આજના કારોબારમાં નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. આઇટી સેક્ટરમાં સૌથી વધુ 2.90 ટકા અને મીડિયા સેક્ટરમાં 2.45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. FMCG સેક્ટરમાં પણ કારોબાર 2.16 ટકાના તીવ્ર ઘટાડા સાથે બંધ થયો છે.

બેંક નિફ્ટી પણ તૂટ્યો
બેન્ક નિફ્ટી આજે 191.10 પોઈન્ટ્સ અથવા 0.41 ટકાના ઘટાડા સાથે 46,384 પર બંધ થયો હતો. 12માંથી માત્ર 4 શેર જ વધારા સાથે બંધ થયા હતા. તો 8 શેરોમાં મંદી જોવા મળી હતી. તેના કારણે બેન્ક નિફ્ટીમાં ઘટાડો આવ્યો હતો.