ગ્લોબલ સંકટના કારણે માર્કેટમાં નિરાશા, સેન્સેક્સ 850 પોઈન્ટ તૂટ્યો
અમદાવાદ: ઈરાનના ઈઝરાયલ પર હુમલા બાદ વિશ્વભરના શેરબજારોમાં આવેલા ઘટાડાની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની વેચવાલીથી ભારતીય બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. બેન્કિંગ IT અને FMCG શેરોમાં વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સપાટ ઘટાડો થયો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 845 પોઈન્ટના ઘટાડા સાથે 73,399 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 247 પોઈન્ટના ઘટાડા સાથે 22,272 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 786 પોઈન્ટ ઘટીને બંધ થયો છે.
રોકાણકારોને રૂ. 5 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડીમાં રૂ. 5 લાખ કરોડનો ઘટાડો થયો છે. BSE ડેટા અનુસાર, માર્કેટ કેપ ઘટીને રૂ. 394.72 લાખ કરોડ થયું છે જે ગયા સત્રમાં રૂ. 399.76 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં માર્કેટ મૂડીમાં રૂ. 5.04 લાખ કરોડનો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: Zero Oil Cookingના કારણે શરીરનું ફેટ ઓછું થાય છે?
તમામ ક્ષેત્રોમાં ઘટાડો
તેલ અને ગેસ ક્ષેત્ર સિવાય અન્ય કોઈ ક્ષેત્ર ભારતીય બજારમાં તીવ્ર ઘટાડાનાં તોફાનમાંથી બચી શક્યું નથી. સૌથી મોટો ઘટાડો બેન્કિંગ સેક્ટરના શેરોમાં જોવા મળ્યો છે. આ સિવાય આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર જ વધારા સાથે બંધ થયા છે. ભારત VIX 8.07 ટકા ઘટીને 12.46 પર બંધ રહ્યો હતો.
ટોપ લુઝર્સ અને ગેનર
આજના ટ્રેડિંગમાં મારુતિ સુઝુકી 1.24 ટકા, નેસ્લે 1.22 ટકા, ભારતી એરટેલ 0.16 ટકા, સન ફાર્મા 0.10 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે વિપ્રો 2.47 ટકા, ટાઇટન કંપની 0.50 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.42 ટકા, પાવર ગ્રીડ 0.16 ટકા, બજાજ ફિનસર્વ 2.15 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.