January 18, 2025

મંગળકારી રહ્યો મંગળવાર, શેર માર્કેટમાં તેજી સાથે બંધ

Stock Market Closing: મંગળવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે ઘણું જ શુભ સાબિત થયું છે. ઓટો એનર્જી શેરોમાં રોકાણકારોની ખરીદીને કારણે બજારમાં આ શાનદાર વધારો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.50 લાખ કરોડથી વધુનો ઉછાળો આવ્યો છે. બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 73,000ની સપાટી વટાવીને 328 પોઈન્ટના ઉછાળા સાથે 73,104 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 118 પોઈન્ટના ઉછાળા સાથે 22,217 પોઈન્ટ પર બંધ થયો હતો.

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.73 લાખ કરોડનો વધારો
શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ફરીથી રૂ. 400 લાખ કરોડને વટાવી ગયું અને તે રૂ. 402.14 લાખ કરોડ પર બંધ થયું જે અગાઉના સત્રમાં રૂ. 397.41 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.73 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

આ પણ વાંચો: બે જૂથોમાં વહેંચાયેલી છે ટીમ MI?, રોહિત-હાર્દિકને લઇને થયો મોટો ખુલાસો…!

માર્કેટની સ્થિતિ
આજના સત્રમાં બજારમાં ઓટો, એનર્જી, બેન્કિંગ, મેટલ્સ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ શેરો પણ જોરદાર ઉછાળા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 નુકસાન સાથે બંધ થયા. કુલ 3928 શેરોના વેપાર થયા હતા જેમાં 2698 શેરો લીલા નિશાનમાં અને 1111 શેરો ઘટીને બંધ રહ્યા હતા. 114ની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

વધતો અને ઘટતો સ્ટોક
વધતા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.76 ટકા, એલએન્ડટી 2.54 ટકા, એનટીપીસી 1.45 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.28 ટકા, સન ફાર્મા 1.27 ટકા, રિલાયન્સ 1.23 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે TCS 1.14 ટકા, નેસ્લે 1.05 ટકા, એક્સિસ બેન્ક 0.94 ટકા, ICICI બેન્ક 0.59 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.