January 4, 2025

જોરદાર ઉછાળા બાદ શેરમાર્કેટ તેજીના નિશાન સાથે બંધ

Stock Market Closing: બુધવારની ભારે નિરાશા બાદ આજે શેર માર્કેટમાં રોનક જોવા મળી હતી. આઈટી, એફએમસીજી સ્ટોક્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. તો મિડકેપ અને સ્મોલકેપના સ્ટોકમાં ઘટાડાના કારણે રોકાણકારોના નાણા ડુબી રહ્યા હતા. જેમાં ગુરૂવારે તેજી જોવા મળી હતી. આજના કારોબારમાં BSE સેન્સેક્સ 73,000ની પાર પહોંચ્યું હતું અને 335 અંકના ઉછાડા સાથે 73,097 અંક પર ક્લોઝ થયું છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 22,000ના પાર જવામાં સફળતા મળી છે. નિફ્ટીમાં 149 અંકના વધારા સાથે 22,146 પર ક્લોઝ થયું છે.

સેક્ટરના હાલ
આજના ટ્રેડમાં મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં જોરદાર વાપસી કરી છે. નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં 930 અંક એટલે કે 2.02 ટકાના ઉછાળ સાથે બંધ થયું છે, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં 500 અંકના ઉછાળ સાથે બંધ થયું છે. સવારના ઘટાડાના લેવલ પરથી જોઈએ તો મિડકેપ ઈન્ડેક્સમાં 1600થી વધારે અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 700 અંકની રિકવરી જોવા મળી છે. આજના કારોબારમાં આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી, ઈન્ફ્રા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના સ્ટોક્સ તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરમાંથી 18 શેરમાં તેજી અને 12 શેરમાં મંદી જોવા મળી છે. જ્યારે નિફ્ટના 50 શેરમાં 35 શેરમાં તેજી અને 15 શેરમાં મંદી જોવા મળી છે.

માર્કેટ કેપમાં 8 લાખ કરોડનો ઉછાળો
ગુરુવારના સત્રમાં શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે, જે બુધવારે ઘટીને 14 લાખ કરોડ રૂપિયા થઈ ગયો હતો. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 380.16 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 372.11 લાખ કરોડ હતું.

ચૂંટણી પરિણામો દરમિયાન બજારમાં ઉથલપાથલ
બુધવારના મોટા ઘટાડા પછી બીજા દિવસે ગુરુવારે શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. વેલ્યુ સ્ટોક્સના સ્મોલ કેસ મેનેજર શૈલેષ સરાફના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય ત્યારે બજારમાં અસ્થિર સ્થિતિ જોવા મળી શકે છે. પરંતુ લાંબા ગાળે બજાર મજબૂત રહેશે. વેલ્યુ સ્ટોક્સ અનુસાર PSU શેરોએ મજબૂત વળતર આપ્યું છે. 2023 માં, નિફ્ટી PSE ઇન્ડેક્સ 77% વધ્યો, જે નિફ્ટી50 ના 20% વળતરને વટાવી ગયો. PSE ઇન્ડેક્સે 2024 માં નિફ્ટી50 ના 3% વળતરની તુલનામાં 21% વળતર આપ્યું છે.