December 19, 2024

મિડકેપ-સ્મોલકેપે બજારનો મૂડ બગાડ્યો, રોકાણકારોના 4 લાખ કરોડ ડૂબ્યા

Stock Market Closing: આજનું શેરમાર્કેટ સત્ર ખુબ જ નિરાશાજનક રહ્યું છે. સેબી ચીફના નિવેદન બાદ આજના સત્રમાં મિડકેર સ્ટોક અને સ્મોલકેપ સ્ટોક્સમાં જોરદાર વેચવાલી નિકળી હતી. સરકારી બેંકો અને સરકારી PSUના શેરમાં જોરદાર નફાવસુલી જોવા મળી હતી. જેના કારણે બજારનો મૂડ આજે બગડ્યો હતો. આજે બજાર બંધ થયું એ સમયે સેન્સેક્સ 73,667 અને નિફ્ટી 3 અંકના વધારા સાથે 22,335 અંક પર બંધ થયું છે.

માર્કેટ વેલ્યૂમાં ઘટાડો
ભારતીય શેર માર્કેટમાં બંન્ને પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન નિશાન સાથે બંધ થયું છે, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે BSE પર લિસ્ટેડ શેરની માર્કેટ કેપિટલાઈજેશનમાં મોટો ઘટાડો થયો છે. બીએસઈના લિસ્ટેડ સ્ટોક્સની માર્કેટ વેલ્યૂ ઘટીને 385.57 લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે. જે ગત સત્રમાં 389.60 લાખ કરોડ રૂપિયા હતા. આજના સત્રમાં રોકાણકારો 4.03 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સેક્ટરના હાલ
આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકોપ સ્ટોક્સ પર સૌથી વધારે ઘટાડોની માર પડી છે. નિફ્ટીના મિડકૈપ ઈન્ડેક્સ 687 અંક એટલે કે 1.41 ટકાના ઘટાડા સાથે બંધ થયું છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ 305 અંકના ઘટાડા સાથે ક્લોઝ થઈ છે. જ્યારે નિફ્ટીના નેક્સ્ટ 50,933 અંકના ઘટાડા સાથે બંધ થયું છે. સેક્ટરમાં FMCG બેંકિગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, કંઝ્યુમર ડ્યરેબલ્સ, હેલ્થકેર સ્ટોક્સ ઘટાડા સાથે બંધ થયું છે.

ટોપ ગેનર અને લૂઝર શેર
આજના કારોબારમાં HDFC બેંકે બજારમાં મોટો ઘટાડો આવતા બચાવી લીધું છે. તેનું સ્ટોક 2.30 ટકાની તેજી સાથે બંધ થયું છે. આ ઉપરાંત ટીસીએસમાં 1.69 ટકા, મારૂતિ સુઝુકી 0.92 ટકા, ઈન્ફોસિસ 0.80 ટકા, રિલાઈન્સ 0.65 ટકાની તેજી સાથે બંધ થયું છે. જ્યારે એસબીઆઈ 1.82 ટકા, આઈટીસી 1.26 ટકાના ઘટાડા સાથે બંધ થયું છે.