December 18, 2024

શેરમાર્કેટમાં એનર્જી અને મિડકેપ સ્ટોક લાવ્યા તેજી

અમદાવાદ: ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા ઘટાડા પર આજે બ્રેક લાગી છે. એફએમસીજી, એનર્જી અને ઓટો શેરોમાં ખરીદીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. નિફ્ટી ફરી 22,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજે બજાર માટે રાહતની વાત છે કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ રોકાણકારોની ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 260 પોઈન્ટના ઉછાળા સાથે 72,664 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 98 પોઈન્ટના ઉછાળા સાથે 22,055 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપત્તિમાં વધારો
ભારતીય શેરબજારમાં મોમેન્ટમ પરત આવવાને કારણે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 396.62 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 393.34 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં માર્કેટ કેપમાં રૂ. 3.28 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: iPadની જાહેરાતના કારણે Appleએ માંગી માફી, જાણો સમગ્ર મામલો

માર્કેટની સ્થિતિ
આજના કારોબારમાં એફએમસીજી, એનર્જી ઓટો, ફાર્મા, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર શેરોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે આઈટી અને બેન્કિંગ શેરો ઘટાડા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજ જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9 નુકસાન સાથે બંધ થયા. જો કે બજાર માટે ચિંતાનો વિષય છે કે માર્કેટમાં ઉછાળા છતાં ઈન્ડિયા વિક્સ 1.48 ટકાના વધારા સાથે 18.47 પર બંધ થયો છે.

વધતો અને ઘટતો સ્ટોક
આજના ટ્રેડિંગમાં NTPC 2.80 ટકા, પાવર ગ્રીડ 2.63 ટકા, એશિયન પેઇન્ટ્સ 2.28 ટકા, ITC 1.88 ટકા, ભારતી એરટેલ 1.76 ટકા, ટાટા મોટર્સ 1.62 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે TCS 1.62 ટકા, ઇન્ફોસિસ 0.95 ટકા, વિપ્રો 0.79 ટકા, HDFC બેન્ક 0.74 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.