December 25, 2024

શેર માર્કેટમાં હાહાકાર, સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો

Stock Market Closing: આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને એનર્જી શેરોમાં વેચવાલીથી બજાર ગગડ્યું છે. સેન્સેક્સ તેની 1000ની ઊંચી સપાટીથી 300 પોઈન્ટ્સ અને નિફ્ટી 300 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. ઘટાડાથી મિડ કેપ અને સ્મોલ કેપ શેરોને સૌથી વધુ ફટકો પડ્યો છે. મિડકેપ ઈન્ડેક્સમાં પણ 1000 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 790 પોઈન્ટના ઘટાડા સાથે 72,304 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 247 પોઈન્ટના ઘટાડા સાથે 21,951 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

આજના કારોબારમાં સૌથી વધુ ઘટાડો એનર્જી શેરોમાં જોવા મળ્યો હતો. નિફ્ટીના એનર્જી ઇન્ડેક્સમાં 2.30 ટકાનો ઘટાડો થયો છે. બેન્કિંગ ઇન્ડેક્સમાં પણ 1.34 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીથી ઉથલપાથલ જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 952 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 302 પોઈન્ટ ઘટીને બંધ થયા છે.

6 લાખ કરોડ ડુબ્યા
શેરબજારમાં ઘટાડાની સુનામીના કારણે લિસ્ટેડ કંપનીઓના બજાર મૂલ્યમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય ઘટીને રૂ. 385.75 લાખ કરોડ થયું છે. જે ગત સત્રમાં રૂ. 391.97 લાખ કરોડ હતું. આજના વેપારમાં માર્કેટ કેપમાં રૂ. 6.22 લાખ કરોડનું નુકસાન થયું છે.

ટોપ ગેનર અને ટોપ લુઝર
વધતા શેરો પર નજર કરીએ તો HUL 0.68 ટકા, ઇન્ફોસિસ 0.46 ટકા, TCS 0.35 ટકા, પાવર ગ્રીડ 4.43 ટકા, અપોલો હોસ્પિટલ 3.90 ટકા, આઇશર મોટર્સ 3.56 ટકા, બજાજ ઓટો 0.35 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.