January 7, 2025

સ્ટોક માર્કેટ તેજી સાથે થયું બંધ; સેન્સેક્સ 72,750 પર પહોંચ્યું

Stock Market Closing: ભારતીય શેર માર્કેટમાં આજે સારી તેજી જોવા મળી હતી. દિવસભર સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. દિવસના અંતે સેન્સેક્સમાં 100 અંકના ઉછાલસાથે 72,700 પર બંધ રહ્યું છે. BSE સેન્સેક્સમાં 104.99 અંક એટલે કે 0.14 ટકાના વધારા સાથે 72,748.42 પર બંધ થયો છે. તો નિફ્ટી 32.35 અંક એટલે કે 0.15 ટકાના સામાન્ય વધારા સાથે 22,055.70ના લેવલ પર બંધ થયું છે.

સેન્સેક્સના શેરો સ્થિતિ
BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેરો ઉછાળા સાથે અને 16 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. સૌથી વધુ ઉછાળો ટાટા સ્ટીલના શેરમાં જોવા મળ્યો હતો. જેણે 5.69 ટકાના વધારા સાથે ટ્રેડિંગ બંધ કર્યું હતું. M&M 3.05 ટકા, JSW સ્ટીલ 2.98 ટકા, ટાટા મોટર્સ 2.75 ટકા અને સન ફાર્મા 1.47 ટકાના વધારા સાથે બંધ થયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેડિંગ 1.45 ટકાના સારા વધારા સાથે બંધ થયું.

સેક્ટર મુજબ શેરની સ્થિતિ
બેન્ક, ફાઇનાન્સિયલ સર્વિસિસ, એફએમસીજી, આઇટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરો નુકસાન સાથે બંધ થયા હતા, જ્યારે ઓટો, રિયલ્ટી, ઓઇલ એન્ડ ગેસ, મીડિયા, મેટલ અને ફાર્મા શેરો સારા ઉછાળા સાથે બંધ થયા હતા. BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 378.79 લાખ કરોડ રહ્યું છે અને આજે BSEનું માર્કેટ વેલ્યુએશન આ સ્તરે છે.

નિફ્ટીના શેર
નિફ્ટીના 50 શેરોમાંથી 21 શેર ઉછાળા સાથે અને 29 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના ટોપ ગેનર્સમાં ટાટા સ્ટીલ 5.01 ટકા અને M&M 3.31 ટકા વધીને બંધ થયા હતા. JSW સ્ટીલ 2.81 ટકા, ટાટા મોટર્સ 2.76 ટકા અને અપોલો હોસ્પિટલ 2.63 ટકાના સારા ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં યુપીએલ 2 ટકાના જંગી ઘટાડા સાથે બંધ રહ્યો હતો.