December 23, 2024

શેરબજારે સ્પર્શ કરી આસમાની ઊંચાઈ, સેંસેક્સ 8500 પોઈન્ટ પર

Share Market Closing 23th Sep, 2024: સોમવારે ભારતીય શેરબજારે ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે BSE સેન્સેક્સ 384.30 પોઈન્ટના ઉછાળા સાથે 84,928.61 પોઈન્ટ અને NSE નિફ્ટી 50 પણ 148.10 પોઈન્ટના વધારા સાથે રેકોર્ડ 25,939.05 પોઈન્ટની સપાટીએ બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, જ્યાં એક તરફ BSE સેંસેક્સ 84980.53 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ 25,956.00 પોઈન્ટના નવા રેકોર્ડ પર પહોંચી ગયો હતો.

મોટાભાગની કંપનીઓ લીલા નિશાનમાં બંધ થઈ
સોમવારે સેંસેક્સની 30માંથી 21 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 9 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે નિફ્ટીની 50માંથી 34 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 16 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં આજે સૌથી વધુ 3.18 ટકાનો વધારો નોંધાયો હતો. આ પછી SBIના શેર 2.35 ટકા, ભારતી એરટેલ 2.26 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 1.54 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.49 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.42 ટકા, અદાણી પોર્ટ્સ 1.24 ટકા, ટાટા સ્ટીલ 1.22 ટકા, NTPC 13 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

આ પણ વાંચો: ડાયમંડ ઉદ્યોગમાં ગંભીર સ્થિતિની પાછળ સમજવા જેવી હકીકત

વધારો જોવા મળ્યો
આ સિવાય એચડીએફસી, નેસ્લે ઇન્ડિયા, ટાઇટન, મારુતિ સુઝુકી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી, પાવરગ્રીડ, ટાટા મોટર્સ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને જેએસડબલ્યુના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો. ICICI બેંકના શેરમાં આજે સૌથી વધુ 1.27 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ડસઇન્ડ બેન્કના શેર 1.05 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.02 ટકા, ટેક મહિન્દ્રા 0.94 ટકા, ઇન્ફોસિસ 0.63 ટકા, એચસીએલ ટેક 0.49 ટકા, ટીસીએસ 0.40 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.25 ટકા અને સન ફાર્માનો શેર 0.03 ટકા ઘટીને બંધ થયો હતો.