મોરબીની બજારમાં દુકાને-દુકાને સ્ટીકર લાગ્યા; ‘ધર્મ જોઇને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે’

મોરબી: કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાના ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે. મોરબી વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મોરબીની બજારોમાં ધર્મ પૂછીને સમાન ખરીદો, આ હિન્દુની દુકાન છે તેવા લખાણ તેમજ પહલગામની હૃદયદ્રાવક તસ્વીર સાથેના સ્ટીકર લગાડવામાં આવ્યા છે.
કાશ્મીર પહલગામમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને કરાયેલ હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઇને હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા છે. મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્ટીકરો લાગવામાં આવ્યા છે. મોરબીની બજારોમાં આવેલ દુકાનો પર સ્ટીકર લગાડવામાં આવ્યા છે. “ધર્મ પૂછીને સમાન ખરીદો” તેમજ “આ હિન્દુની દુકાન છે” તેવા લખાણવાળા સ્ટીકર લગાવવામાં આવ્યા છે. પહલગામ હુમલાની હ્રદયદ્રાવક તસવીર સાથે સ્ટીકર લગાવવામાં આવ્યા છે.
આ સાથે જ દુકાનદારો પણ આ વાત સાથે સહમત છે અને આ મામલે એક સુર કરી રહ્યા છે. તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું કે, જો ધર્મ પૂછીને ગોળી મારતા હોય તો ધર્મ પૂછીને સમાન પણ ખરીદવો જોઈએ. જેને પણ પાકિસ્તાન સાથે પ્રેમ હોય તે પાકિસ્તાન ચાલ્યા જાય. અહીંયા હવે એક ટકા પણ સાંખી લેવામાં નહીં આવે. આવતીકાલે તા.25ના રોજ મોરબીમાં નહેરુગેટ ચોક ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવશે.