સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો, નાતાલ પહેલાં દોઢ લાખ લોકોએ મુલાકાત લીધી
નર્મદાઃ જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટફેવરિટ બન્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો અને નાતાલ રજાઓ પહેલાં જ દોઢ લાખ કરતાં વધુ પ્રવાસીઓ આવ્યા છે.
સરદાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહિત ભારતભરમાં અને વિદેશોમાં પણ નાતાલનો પર્વ ધૂમધામથી ઉજવાય છે. ત્યારે તહેવારનો માહોલ અને નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બરના રોજ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયામાં ગાળવાનું પસંદ કર્યું. ત્યારે જિલ્લામાં આવેલી તમામ હોટલો અને ટેન્ટ સિટી સહિતનું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા હતા.
હાલ નર્મદા જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા આવતા પ્રવાસીઓ માટે હોટલો અને ટેન્ટ સિટીના સંચાલકોએ પણ પ્રવાસીઓની 31મી ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડીજે પાર્ટી, આદિવાસી કલ્ચર, જમવાનું મેનુ સ્ટેજ આમ તમામ પ્રકારની સુવિધા માટે સજ્જ બન્યા છે. આજે ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર આટલા વર્ષનો પ્રવાસીઓનો રેકોર્ ડબ્રેક નોંધાયો છે.
નાતાલની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. જેને લઈ અહીં આવતા પ્રવાસીઓ માટે સ્પેશિયલ સુવિધાઓ કરવામાં આવી છે. હવે ગુજરાતમાં જ કેવડિયામાં SOU બનતા દેશવિદેશના પ્રવાસીઓ SOUને પસંદ કરી રહ્યા છે.