January 27, 2025

તાપીમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાજયપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ

Tapi: ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ રહી છે. એને લઇને સમગ્ર વ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તાપી ખાતે પ્રજાસત્તાકની ઉજવણી કરી રહ્યા છે.

દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના તાપી જિલ્લામાં 76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે,જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. સાથે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિત રહ્યા હતા. .રાષ્ટ્રધ્વજને સલામી આપી રાજયપાલે તેમજ ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ.બાજીપુરામાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.

તાપી ખાતે 76 માં રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાજીપુરા સુમુલ ડેરી ગ્રાઉન્ડમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. તેમજ CM ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 76મા પ્રજાસત્તાક દિવસની પાઠવી શુભેચ્છા