રાજ્યના આરોગ્ય વિભાગે PMJAY કાર્ડને લઈને ટ્રોલ ફી નંબર કર્યો જાહેર

Gandhinagar: PMJAY-મા યોજના હેઠળ ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે 07966440104 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.. PMJAYમાં યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે 24 કલાક કાર્યરત રહેશે. દર્દીઓ આ ટ્રોલ ફી પર જે ફરિયાદ કરશે તે ફરિયાદનો પણ રેકોર્ડ તૈયાર કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા લોકોને ફ્રીમાં સારવાર મળે તે માટે આયુષ્માન ભારત યોજના એટલે કે PMJAY યોજના ચલાવવામાં આવે છે. PMJAY કાર્ડ હેઠળ કોઈ ફરિયાદ હોય તો તરત હેલ્પલાઇન નંબર પર જાણ કરવા આરોગ્ય વિભાગે સૂચન આપ્યું છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલ હેલ્પલાઇન નંબર 24 કલાક કાર્યરત રહેશે. જેમા દર્દીઓ આ ટ્રોલ ફી પર જે ફરિયાદ કરશે તે ફરિયાદનો પણ રેકોર્ડ તૈયાર કરવામાં આવશે. આ સિવાય દર્દીએ કરેલી ફરિયાદ નિવારવા માટે જિલ્લા , કોર્પોરેશન, નોડલ ઓફીસર તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ, ઈન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન્સીને પણ લીક માધ્યમથી મેસેજ કરવામાં આવશે.

આ હેલ્પલાઇન સંદર્ભેની વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતુ કે, દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે. દર્દીને ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું