PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP
PMJAY: અમદાવાદમાં હોસ્પિટલમાં કૌભાંડની ઘટના બાદ હવે સરકાર સફાળી જાગી છે. ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ કૌભાંડ બાદ હવે સરકારે PMJAYને લઈ નવી SOP જાહેર કરી છે. ઋષિકેશ પટેલે તેની જાણકારી આપી છે.
ઋષિકેશ પટેલે કહી આ વાત
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJAYને લઈ નવી SOP જાહેર કરી છે. ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યના ગરીબ અને મધ્યવર્ગીય લોકોને PMJAY હેઠળ સારવાર આપવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને માં કાર્ડ યોજના શરૂ કરી હતી. 97 લાખ કુટુંબને 2 .65 કરોડ લાભાર્થીઓ યોજના જોડાયા છે. ખાનગી હોસ્પિટલ દ્રારા યોજનાની ગાઈડલાઈનનો ભંગ થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબધિત ફરિયાદઓને કારણે વર્ષ 2024 માં અત્યાર સુધીમાં 14 હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ સસ્પેન્ડ ,ડીએમપેલ્ડ અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે. આપણે 5 લાખ કરતા વધુ દર્દીઓના રિવ્યુ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: હરમનપ્રીત કૌરે ઈતિહાસ રચી દીધો, આવું કરનારી માત્ર બીજી ભારતીય ખેલાડી
1400 એવા દર્દીઓને ખરાબ અનુભવ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 4 લાખ 96 હજાર ને pmjay કાર્ડ મામલે સારો અનુભવ રહ્યો છે. જ્યારે 1400 એવા દર્દીઓને ખરાબ અનુભવ થયો જેમની ફરિયાદ લેવામાં આવી છે. 46 કરોડ રૂપિયા છેલ્લા એક વર્ષમાં હોસ્પિટલમાં કપાત કરી છે. કેટલીક હોસ્પિટલમાં નાની સર્જરી કરી પેમેન્ટ મોટું લેવામાં આવ્યું છે આવી હોસ્પિટલને દંડ કરવામાં આવ્યો છે. ગુનાને ધ્યાને રાખીને સપેન્ડ કરી રહ્યા છે. ઇમરજન્સી કેસમાં દર્દી તેનો ક્લેમ રજૂ કરી શકે છે. રોજના 4 હજાર ક્લેમ આવે છે.