સુરતમાં ધોરણ આઠની વિદ્યાર્થીનીએ આપઘાત બાદ પ્રફુલ પાનસેરીયાએ આપી પ્રતિક્રિયા
Surat News: સુરતમાં ધોરણ આઠની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધા બાદ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પ્રતિક્રિયા આપી છે. પ્રફુલ પાનસેરીયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ મોબાઇલ એડિશનમાં જે આપઘાત કરી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે.
આ પણ વાંચો: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ લોકોના મોત
સામૂહિક ચિંતાનો વિષય
સુરતમાં ધોરણ આઠની વિદ્યાર્થીનીએ આપઘાત બાદ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાની પ્રતિક્રિયા આપી હતી. કહ્યું કે, રાજ્ય શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે. રાજ્યની તમામ શાળામાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે. બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ કોઈ પણ કડક અમલ કરવો પડશે. ખેડાની બનેલી ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે. વાલીઓને વિનંતી કરું છું, નાના બાળકોને નાની ઉંમરમાં મોંઘો એપલ જેવો ફોન અપાવી ન દેવો જોઈએ. સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી વિચારી રહી છે. શાળામાં મોબાઇલ પ્રતિબંધ અંગે નિર્ણય લેવા પ્રયાસ કરાયો છે.
પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, આવી ઘટનાઓ રાજ્યમાં ફરી ન બને તે માટે શાળા, પરિવાર અને સમાજ વચ્ચે મજબૂત સંવાદ વધારવો એ અગત્યનું છે. આ પ્રકારની પરિસ્થિતિઓ અટકાવવા વાલીઓને ડિજિટલ ડિવાઇસના સદુપયોગ માટે જાગૃતિ લાવવી પડશે. આ માટે ન માત્ર શાળાઓમાં પરંતુ સામાજિક સ્તરે પણ મૂલ્યવર્ધક અભિગમ અપનાવો જોઈએ. વધુમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યુ કે, હાલ જે પણ શાળામાં મોબાઈલ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેવી રાજ્યની તમામ શાળાને અભિનંદન પાઠવું છું. આ સામુહિક ચિંતનનો વિષય છે. વાલીઓ અને શિક્ષકોના સહિયારા પ્રયાસ તેમજ સરકારના ચુસ્ત નિયમોના અમલીકરણથી બાળકોની ભાવનાત્મક જરૂરિયાતોને સમજીને મોબાઈલ એડિક્શન દૂર કરી શકાય છે.
વધુમાં પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, મોબાઈલ ઉપયોગ અંગે જાગૃતિ સાથે વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે મોબાઈલ અને અન્ય ડિજિટલ સાધનોના પ્રતિબંધ માટે શાળાકક્ષાએ જુદા જુદા શિક્ષણ વિભાગના તજજ્ઞો સાથે વિચારણા કરીને રાજ્ય સરકાર નિર્ણય લેશે. વધુમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ પણ કડક અમલ કરવો પડશે. વાલીઓને વિનંતી કરું છું નાના બાળકોને ફોન કે અન્ય ડિજિટલ ડીવાઇઝ અપાવી ન દેવો જોઈએ અને આ બાબતને ખૂબ જ ગંભીરતાથી વિચાર સાથે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ પણ ચિંતન કરી રહ્યું છે.