September 13, 2024

તમારા દિવસની શરૂઆત કરો નારંગી-દાડમની સ્મૂધી સાથે…

નાના બાળકથી લઈને મોટા લોકો સુધી બધાને સ્મૂધી પીવી ગમે છે. તેમાં પણ જો આ સ્મૂધી ફ્રૂટમાંથી બનાવવામાં આવે તો એ ટેસ્ટીની સાથે હેલ્દી પણ બની જાય છે. આમ તો આપણે બધા ફ્રૂટમાંથી સ્મૂધી બનાવી શકીએ છીએ પણ તેની રીત અને સામગ્રીમાં સામાન્ય ફેરફાર રહે છે. આજે આપણે નારંગી-દાડમની સ્મૂધી બનાવીશું. જેને તમે ઘરની સામગ્રીથી સરળ રીતે બનાવી શકશો.

  • સામગ્રી
    – 1 કપ નારંગી
    – 1 કપ દાડમ
    – 2 કપ બદામનું દૂધ
    – 1 ટીસ્પૂન મિશ્રિત સૂકા ફળો
    – 1/4 ચમચી એલચી પાવડર
    – 4-6 બરફના ટુકડા
  • ગાર્નિશિંગ માટે
    – 1 ચમચી દાડમના દાણા
    – 2 કૂકીઝ
    – 1 નારંગીનો ટુકડો
  • રીત
    – સૌ પ્રથમ ગ્રાઇન્ડરમાં નારંગી, દાડમ, બદામનું દૂધ, ડ્રાય ફ્રૂટ્સ, એલચી પાવડર અને આઈસ ક્યુબ્સ નાખીને પીસી લો.
    – સ્મૂધીને ગ્લાસમાં કાઢી લો.
    – નારંગી-દાડમની સ્મૂધી તૈયાર છે.
    – દાડમના દાણા, કૂકીઝ અને નારંગીના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.