January 5, 2025

પ્રગતિનું બીજું નામ – ગુજરાત એસ.ટીઃ હર્ષ સંઘવી

તાપી: તાપીનો સોનગઢ તાલુકો ગુજરાત અને મહારાષ્ટ્રની સીમાને જોડે છે. ત્યારે આજરોજ તાપીના સોનગઢ ખાતે નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી.બસ સ્ટેશનનું વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર તાપીના સોનગઢ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી બસ સ્ટેશનનું લોકાર્ણપણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમને જણાવી દઇએ કે જેને લઇન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ અંગે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે.

તસવીરો શેર કરતા તેમણે લખ્યું છે કે, અદ્યતન સુવિધાઓથી સજ્જ ગુજરાતના નવા એસ.ટી.બસ સ્ટેશનો મુસાફરો માટે સુખદ અનુભવદાયી બન્યા છે. આજરોજ તાપીના સોનગઢ ખાતે નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી.બસ સ્ટેશનનું વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું.

વધુમાં તેમણે કહ્યું છે કે, તાપીનો સોનગઢ તાલુકો ગુજરાત અને મહારાષ્ટ્રની સીમાને જોડે છે અને આ નાના એવા સ્ટેશનથી લગભગ દરરોજની ૫૩૮ બસો ઓપરેટ થઈ રહી છે. જેમાંથી ૧૩૦ બસો મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ સુધી પરિવહન સુવિધાઓ પૂરી પાડી રહી છે.